કર્ણાટકઃ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ના સાચવી શક્યા પોતાની બેઠક, 23 હજાર મતથી આ બેઠક પર મળી હાર

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી લડી રહ્યાં હતા જેમાં ચામુન્ડેશ્વરી બેઠક પરથી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે, તેમની બીજી બેઠક બદામી છે, ત્યાં પણ તેઓ પાછળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસને રાજ્યમાં 65 બેઠકોની આસપાસ બેઠકો મળી રહી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુન્ડેશ્વરી બેઠક પર જનતા દળ (સેક્યૂલર)ના ઉમેદવાર જીટી દેવગૌડા સામે 23153 મતોથી હાર્યા છે. સિદ્ધારમૈયાને કુલ 41456 મત મળ્યા છે જ્યારે જીટી દેવગૌડાને 64609 મત મળ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર એસઆર ગોપાલરાવને માત્ર 6256 મતો જ મળી શક્યા છે.
નવી દિલ્હીઃ દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં બીજેપી સત્તામાં આવી રહી છે, ભાજપને બહુમતી મળી રહી છે અને રાજ્યમાં નવી સરકારના નવા સીએમ તરીકે યેદીયુરપ્પા નક્કી છે. ભાજપે કર્ણાટકમાં 222 બેઠકોમાંથી લગભગ 113થી વધુ બેઠકો મેળવી લીધી છે. રાજ્યમાં કોંગ્રેસને હારનો સામનો તો કરવો જ પડ્યો છે પણ ખરાબ વાત એ છે કે ચાલુ સીએમ સિદ્ધારમૈયા પણ પોતાની બેઠક સાચવી શક્યા નથી.