ઉરી હૂમલોઃ અભિજીતે PAK કલાકારો સાથે કામ કરવાને લઇને આ ડિરેક્ટરોને આપી ગાળો
બૉલીવૂડ ગાયક અભિજીતે એક કદમ આગળ વધીને મહેશ ભટ્ટ અને કરણ જોહર જેવા દિગ્ગજો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, રાજકીય પાર્ટી તોડ ફોડ કરી ફાયદા ઉઠાવે છે, પરંતુ તે જોહર, ભટ્ટ, ખાન જેવા ગદ્દારો સામે પંગા લેવાની હિમ્મત કરતા નથી.
અભિજીતે નિર્માતા અને નિર્દેશકોને ગે અન છક્કા કહ્યા હતા.
એમએનએસે પાકિસ્તાની કલાકારોને ઘમકી આપી હતી કે, તેઓ 48 કલાકની અંદર પાકિસ્તાન પરત ફરી જાય, એમએનએસ ચિત્રપટ સેનાએ કહ્યું કે, પાકિસ્તાની કલાકાર તો માર ખાસે સાથે જ નિર્માતા/નિર્દેશકોને પણ મારવામાં આવશે.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આર્મી બેસ કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ દેશના ઘણા લોકોમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો જોવા માળી રહ્યો છે. આ હૂમલાને લઇને ભારત-પાકિસ્તાનના સંબંધોને લઇને પણ તણાવ જોવા મળી રહ્યો છે. તેની અસર ફિલ્મ જગતમાં પણ જોવ મળી રહી છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી એમએનએસે બૉલીવૂડ ફિલ્મોમાં કામ કરતા પાકિસ્તાની અભિનેતાઓ અન કલાકારોને દેશ છોડવાની ઘમકી આપી છે. તો બૉલીવૂડ ગાયક અભિજીત ભટ્ટાચાર્યે ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોને તક આપનાર નિર્માતા નિર્દેશક માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.