સંસદ હુમલાની 16મી વરસી: મતભેદો ભૂલી એકભીજાને અભિવાદન કરતા જોવા મળ્યા મોદી અને મનમોહનસિંહ
ગૃહમંત્રી રાજનાથસિંહ પણ રાહુલગાંધી સાથે હાથ મીલાવી અભિવાદન કરતા જોવા મળ્યા હતા. રાજનાથે રાહુલને કૉંગ્રેસના અધ્યક્ષ બનવા પર શુભેક્ષા પાઠવી હતી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જ્યારે શ્રંદ્ધાજલિ સ્થળ પર પહોંચ્યા ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેને સહારો આપતા આગળ કરી રહ્યા હતા તે દરમિયાન અડવાણીએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા બદલ શુભકામના પણ આપી હતી.
નવી દિલ્લી: સંસદ હુમલાની 16માં વરસી પર રાજનીતિના કટ્ટર વિરોધી દિગ્ગજ નેતા એક બીજાના આમને સામને નહીં પણ સાથે નજર આવ્યા હતા. શહીદોને શ્રંદ્ધાજલિ આપવા સત્તા પક્ષ અને વિપક્ષ એક સાથે જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપણ કરતા પીએમ મોદી અને પર પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ એક બીજાનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સંસદ પહોચ્યા હતા અને લાલ કૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ રવિશંકર પ્રસાદ સહિત સરકારના અનેક નેતાઓને મળતા જોવા મળ્યા હતા.