CEOના નિવેદનથી સ્નેપચેટને લાગ્યો મોટો ઝાટકો, એપનું રેટિંગ ઘટીને સિંગલ સ્ટાર થયું
અગાઉ ફેસબુકમાં નોકરી કરતાં એન્થોની પોમ્પાલનિયોએ વર્ષ 2015માં લગભગ ત્રણેક અઠવાડિયા માટે સ્નપેચેટમાં કામ કર્યું હતું. એન્થોનીનો આરોપ છે કે, કંપનીના મહત્વપૂર્ણ આંકડાઓ અંગે રોકાણકારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. સ્નેપચેટે એન્થોનીને 'અસંતુષ્ટ' પૂર્વ કર્મચારી જણાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે, બાદમાં આ આરોપ પડતો મૂક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ ફેસબુકમાં નોકરી કરતા એન્થોની પોમ્પાલનિયોના કહેવા પ્રમાણે, વિદેશોમાં સ્નેપચેટના વિસ્તાર માટે વર્ષ 2015માં તેમની અને સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પાઈજેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં સ્નેપચેટના વિસ્તાર માટે તેમની વચ્ચે વાતચીત થઈ હતી. ત્યારે વિકાસશીલ રાષ્ટ્રોમાં વિકાસ સંદર્ભેની યોજના રજૂ કરતી વખતે એન્થોનીની વાતને વચ્ચેથી કાપી નાખતાં ઈવાને કહ્યું હતું, ભારત અને સ્પેન જેવા ગરીબ રાષ્ટ્રોમાં વિસ્તારની મારી કોઈ ઈચ્છા નથી. આ એપ માત્ર ધનિકો માટે જ છે.
સ્નેપચેટનું 'સ્ટોરી' ફિચર ખાસ્સું લોકપ્રિય હતું, પરંતુ હવે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ અપ દ્વારા પણ સમાન પ્રકારના ફિચર આપવામાં આવ્યા છે. સ્નેપચેટે તેનું આ ફિચર વર્ષ 2013માં લોન્ચ કર્યું હતું. જેને બાદમાં અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સે અનુસર્યું હતું.
ટ્વિટર પર #UninstallSnapchat તથા #BoycottSnapchat જેવા હૈશટેગ રાતોરાત વિશ્વભરમાં ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ભારતીયો તથા ભારતીય મૂળના નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. તેમણે એપ સ્ટોર પર ઈયાનની ટિપ્પણીની ટીકા કરતા મેસેજ મૂકીને એપને અન-ઈનસ્ટોલ કરી હતી. સ્નેપચેટ માટે રાહતજનક બાબત એ રહી કે, તેનું ગુગલ પ્લેસ્ટોર પર રેટિંગ લગભગ યથાવત્ (4.5 જેટલું) રહ્યું છે અને તેમાં કોઈ ખાસ ફેર પડ્યો નથી. ભારતમાં લગભગ 40 લાખ સ્નેપચેટ વપરાશકર્તા છે.
નવી દિલ્હીઃ સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પીગલે ભારતને લઈને ગરીબવાળા નિવેદન પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. તેનું પરિણામ કંપનીને ભોગવવું પડી રહ્યું છે. નિવેદન આવ્યાના માત્ર એક જ દિવસમાં સ્નેપચેટ એપનાં રેટિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એપ સ્ટોર પર તેનું રેટિંગ ફાઈવ સ્ટારથી ઘટીને સિંગલ સ્ટાર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, સ્નેપચેટના સીઈઓ એક મીટિંગમાં ભારતને ગરીબ લોકોનો દેશ કહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -