ગૂગલના પ્રોજેક્ટમાં સિલેક્ટ થઈ IIT હૈદ્રાબાદની સ્નેહા રેડ્ડી, મળશે આટલા કરોડનું પેકેજ
સ્નેહા રેડ્ડી ગૂગલના ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ માટે સિલેક્ટ થઈ છે, અને તેને એક્સલેન્સ ઈન એકેડમિક્સ એન્ડ કો-કરિક્યુલર એક્ટિવીટીસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેડલ પણ એનાયત થયો છે. સ્નેહા કમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએટ થઈ છે. તેને ચાર ગોલ્ડમેડલ પણ મળી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 10મું પાસ થતા જ મોટાભાગના મા બાપ પોતાના સંતાનોને આઈઆઈટીનું સપનું બતાવીને એન્જિનિયરિંગનું કોચિંગ લેવા માટે શા માટે મોકલે છે તેનો જવાબ આપ્યો છે હૈદ્રાબાદ આઈઆઈટીથી ગ્રેજ્યુએટ સ્નેહા રેડ્ડીએ, જેને કેમ્પસ પ્લેસમેન્ટમાં ગૂગલ તરફથી 1.2 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે. વર્ષ 2008માં શરૂ થયેલ આઈઆઈટી હૈદ્રાબાદમાંથી કોઈ વિદ્યાર્તીને અત્યાર સુધીમાં મળેલ આ સૌથી મોટું પેકેજ છે.
ગૂગલ દ્વારા લેવામાં આવેલી ઓનલાન ટેસ્ટના ચાર રાઉન્ડ પૂરા કર્યા બાદ સ્નેહાનું સિલેક્શન થયું હતું. સ્નેહા જે બેંચની સ્ટૂડન્ટ છે તેના ટોપર ઈબ્રાહિમ દલાલને 35 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર થયું છે. આઈઆઈટી હૈદરાબાદના સ્ટુડન્ટ્સને અત્યાર સુધી 40 લાખ રૂપિયાનું હાઈએસ્ટ પેકેજ ઓફર થયું છે, જ્યારે સરેરાશ પેકેજ 11.5 લાખ રૂપિયા રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -