આતંકવાદીમાંથી ફૌજી બનેલા શહીદ નઝીર વાનીને મળશે અશોક ચક્ર, 6 આતંકીઓ સાથે થઇ હતી ટક્કર
નઝીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામનો રહેવાસી હતો, નઝીરના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. વર્ષ 2004 માં નઝીર વાનીએ ટેરિટૉરિયલ આર્મીમાંથી સેનામાં પોતાની સેવા શરૂ કરી દીધી હતી. 2007 માં પહેલુ સેના મેડલ અને 2017 માં બીજુ સેના મેડલ આપવામાં આવ્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆતંકીઓની ગોળીથી ઘાયલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીએ તે ઘરને ઘેરી રાખ્યુ અને આતંકીઓને ભાગવા દીધા નહીં, ત્યાં નઝીરે એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, બાદમાં આતંકીઓના હુમલાનો શિકાર થયેલો નઝીર વાની પણ શહીદ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શોપિયામાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાના રિપોર્ટ પર સુરક્ષાદળોની ટીમે તેને મોતને ઘાટ ઉતારવા પહોંચી હતી. આ દરમિયાન 6 આતંકીઓએ એક ઘરમાં શરણ લીધુ હતુ, જેને જવાનોએ ચારેય બાજુથી ઘેરી લીધુ હતુ. આતંકીએ સામે લડતા લડતાં નઝીર વાનીએ એક સંદિગ્ધને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે જવાબી ફાયરિંગમાં તે ખુદ પણ ઘાયલ થઇ ગયો હતો.
નઝીર વાનીએ 2004માં આત્મસમર્પણ કર્યુ હતુ, આના થોડાક સમય બાદ જ નઝીરે ભારતીય સેના જૉઇન કરી લીધી હતી. એકસમયે સેનાના વિરુદ્ધ લડવાનારા આ બહાદુર જવાને આતંકી સામે લડતા નવેમ્બર, 2018માં પોતાનો જીવ દેશના નામે કુરબાન કરી દીધો હતો.
નવી દિલ્હીઃ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં સામેલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે કોઇ આતંકના નાપક રસ્તાં પરથી પાછા ફરેલા કોઇ જવાનને દેશના આટલા મોટા સન્માનથી નવાજનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -