સોનિયા ગાંધીને છે ક્યો ગંભીર રોગ ? શેના ચેક-અપ માટે ગયાં છે અમેરિકા ? જાણો વિગત

નવી દિલ્લીઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની માતા અને કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અમેરિકા ગયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધીની અમેરિકામાં સારવાર ચાલી રહી છે. કોગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધી તેમની માતા સોનિયા સાથે ભારત પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે કોગ્રેસે સોનિયાની બીમારીને લઇને કોઇ વધુ જાણકારી આપી નહોતી. કોગ્રેસે અગાઉ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીનું 4 ઓગસ્ટના રોજ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ જે સફળ રહ્યું હતું. જોકે તેમાં ઓપરેશન ક્યા કારણોસર કરવામાં આવ્યું હતું તેને લઇને કોઇ માહિતી આપવામાં આવી નથી.
એક અહેવાલ અનુસાર, વર્ષ 2011માં સોનિયા ગાંધી ન્યૂયોર્કમાં આવેલી કેટ્ટેરીંગ કેન્સર સેન્ટર પ્રાઇવેટ હોસ્પિટલમાં ગર્ભાશય કેન્સરની સારવાર કરાવી હતી. તેમના પર કરવામાં આવેલી સર્જરી સફળ રહી હતી. ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન ડેટ્રેયુડુ નોરીના નેતૃત્વની ડોક્ટરોની ટીમે કરી હતી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ડ વાડ્રા સોનિયાની સાથે છે. હાલમાં સોનિયાની સર્જરી બાદની ટ્રિટમેન્ટ ચાલી રહી છે. સોનિયા એક મહિના બાદ ભારત પરત ફરે તેવી સંભાવના છે.
સોનિયા બીમારીને પગલે તાજેતરમાં જ પૂર્ણ થયેલી મણિપુર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ માટે પ્રચાર કરતા પણ જોવા મળ્યા નહોતા. સોનિયાએ ફેબ્રુઆરીમાં શ્રીગંગા રામ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ કરાવ્યું હતું.
એક રિપોર્ટ પ્રમાણે, સોનિયા ગાંધી આઠ માર્ચના રોજ અમેરિકા ગયા હતા. કોગ્રેસ પાર્ટીએ સોનિયાની બીમારીને લઇને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો દરમિયાન બીમાર પડ્યા હતા. બાદમાં તેમને દિલ્લી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.