સોનિયા ગાંધીના ડિનરમાં કઈ પાર્ટીના ક્યા નેતા રહ્યા હાજર, જાણો વિગત
ડીનર બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, આ એક ઔપચારિક બેઠક હતી. જેમાં દેશના બંધારણને બચાવવા માટે ચર્ચા થઈ હતી. કેન્દ્રમાં હાલ તાનાશાહ સરકાર છે અને અમે તેને હટાવવા માંગીએ છીએ. આજે કેન્દ્રના અનેક સહયોગી પણ તેનાથી ખુશ નથી. અકાલી દળ, શિવસેના, ટીડીપી બધા નારાજ છે. આ બેઠક તો શરૂઆત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિનરમાં આ પાર્ટીના નેતાઓ થયા સામેલઃ (1) સમાજવાદી પાર્ટી – રામગોપાલ યાદવ (2) એનસીપી – શરદ પવાર (3) આરજેડી – તેજસ્વી યાદવ અને મીસા ભારતી (4) નેશનલ કોન્ફરન્સ – ઉમર અબ્દુલ્લા (5) ઝારખંડ મુક્તિ મોર્ચા – હેમંત સોરેન (6) સીપીઆઈ – ડી રાજા (7) રાલોદ – અજિત સિંહ (8) સીપીએમ – મોહમ્મદ સલીમ (9) ડીએમકે – કનિમોઝી (10) બીએસપી - સતીશ મિશ્રા (11) જેવીએમ – બાબુલાલ મરાંડી
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વિજય રથને રોકાવા માટે વિપક્ષ એકજૂથ થવા માટે રણનીતિ બનાવી રહ્યું છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ સોંપ્યા બાદ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ગઠબંધનને મજબૂત કરવામાં લાગ્યા છે. મંગળવારે તેમણે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું હતું.
(12) આરએસપી – રામચંદ્ર (13) હિન્દુસ્તાન અવામ મોર્ચા – જીતન રામ માંઝી (14) જેડીએસ – ડો.કે. રેડ્ડી (15) એઆઈયૂડીએફ-બદરુદ્દીન અઝમલ (16) તૃણમુલ કોંગ્રેસ – સુંદીપ બંદોપાધ્યાય (17) આઈયુએમએસ- કુટ્ટી (18) હિન્દુસ્તાન ટ્રાઇબલ પાર્ટી – શરદ યાદવ (19) કેરળ કોંગ્રેસના જોશ મની (20) આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, મનમોહન સિંહ, એકે એટંની, રણદીપ સુરજેવાલા, અહેમદ પટેલ પણ હાજર રહ્યા હતા.
પાર્ટીમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ હાજર રહ્યા નહોતા.
આ ડીનરમાં 20 પક્ષોના નેતાઓ આવ્યા હતા. ડીનરમાં તાજેતરમાં જ એનડીએમાંથી અલગ થયેલા હિન્દુસ્તાની અવામ મોર્ચાના નેતા જીતન રામ માંઝી પણ આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -