✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસમાંથી મળશે પાસપોર્ટ, જાણો કેટલા દિવસમાં થશે ડિલિવરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2017 12:52 PM (IST)
1

અહીં એક ખાનગી કંપનીને ફોટો અને ફિંગર પ્રિન્ટ લેવાની સાથે દસ્તાવેજો અપલોડ કરવાનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું છે. ત્યાં પણ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ આઉટસોર્સિંગ યથાવત રહેશે પરંતુ પોસ્ટ ઓફિસોને તેના સિવાય વિદેશ મંત્રાલયનું કામ સોંપવામાં આવશે.

2

એક પોસ્ટ ઓફિસ અંદાજે ૨૦૦ અરજીઓ પર કામ કરી શકશે. આખા દેશમાં પાસપોર્ટની એક કરોડથી વધારે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. દેશમાં પોસ્ટ ઓફિસોની સંખ્યા વિશે વાત કરીએ તો તે દોઢ લાખ જેટલી છે. દિલ્હીમાં પાંચ પાસપોર્ટ સેવા કેંદ્રો છે જયાં રોજની ૨૦૦૦ અરજીઓ પર કામ કરવામાં આવે છે.

3

આ કારણે પોસ્ટ ખાતાને પ્રોસેસિંગ અને ડિલિવરીની જવાબદારી સોંપવામાં આવશે. જો પાયલોટ પ્રોજેકટ સફળ રહેશે તો સમગ્ર દેશની પોસ્ટ ઓફિસોમાં તેને લાગુ કરવામાં આવશે.

4

આજે તેના પાયલોટ પ્રોજેકટની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. મળતી માહિતી અનુસાર તેની શરૂઆત દેશની રાજધાની દિલ્હી સહિત મોટા મોટા શહેરોની પોસ્ટ ઓફિસોથી કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં થતી પાસપોર્ટ માટેની અરજીઓને ધ્યાનમાં લેતા સરકાર પાસે મેનપાવરની ભારે અછત છે.

5

નવી દિલ્હીઃ ટૂંક સમયમાં જ તમને પોસ્ટ ઓફિસમાંથી પાસપોર્ટ મળવા લાગશે. વિદેશ મંત્રાલય સાથે મળીને પોસ્ટ ખાતું સમગ્ર દેશની પોસ્ટ ઓફિસોમાં આ વ્યવસ્થા લાગુ કરવા જઈ રહ્યું છે. પોસ્ટ ઓફિસને આ વ્યવસ્થા સાથે જોડતા જ આગામી ૧૫ દિવસની અંદર પાસપોર્ટની ડિલિવરી શકય બનશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ટૂંક સમયમાં પોસ્ટ ઓફિસમાંથી મળશે પાસપોર્ટ, જાણો કેટલા દિવસમાં થશે ડિલિવરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.