ચોમાસાનું બે દિવસ પહેલા જ કેરળ અને ઉત્તર-પૂર્વમાં આગમન, ખેતી માટે સકારાત્મક
નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ મોનસૂનનું ભારતીય ઉપમહાદ્વીમાં આગમન થઈ ગયું છે. મંગળવારે મોનસૂન કેરળ અને ઉત્તર પશ્ચિમમાં પહોંચી ગયું. આ વખતે મોનસૂન સમયથી બે દિવસ વહેલા કેરળ પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કેજે રમેશે જણાવ્યું કે, આ વખતે મોનસૂન માત્ર કેરળ જ નહીં પરંતુ ઊત્તર પૂર્વમાં પણ સમયથી પહેલા પહોંચી ગયું છે, જે ખેતીની દૃષ્ટિએ ખૂબજ સકારાત્મક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD (ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ)ના ડિરેક્ટર જનરલ કે જે રમેશના જણાવ્યા પ્રમાણે સાઇક્લોન 'મોરા'ને કારણે સિઝનલ વરસાદમાં ફાયદો થયો છે. કેરળમાં ચોમાસાના વિધિવત આગમનની ઓફિશિયલ તારીખ પહેલી જૂન હતી. આ વર્ષે દેશમાં નિર્ધારિત તારીખના બે દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થયું છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસુ (સાઉથવેસ્ટ મોન્સૂન) મંગળવારે કેરળના તટે આવી પહોંચવાની શક્યતા છે. તેમની આગાહી અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે.
IMDએ કહેલું કે, “બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન (નિમ્ન દબાણ ક્ષેત્ર)ના કારણે ચક્રવાતી વાવાઝોડું વધારે મજબૂત બન્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન આપવામાં આવ્યું હતું.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -