માયાવતી-અખિલેશ વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે ફોર્મ્યૂલા નક્કી, કૉંગ્રેસને મોટો ઝટકો, જાણો વિગત
અખિલેશ શુક્રવારે સાંજે 6 વાગે માયાવતીના ઘરે મળવા પહોંચ્યા હતા. બંને વચ્ચે અંદાજે 2 કલાક સુધી વાતચીત ચાલી હતી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે દિલ્હીમાં કહ્યું કે સપા અને બસપા વચ્ચે ગઠબંધન તો થશે. ગઠબંધનમાં કઈ પાર્ટીઓ રહેશે અને કોને કેટલી સીટ મળશે તે બંને નેતાઓ જ નક્કી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોની જાણકારી મુજબ, બંને પાર્ટીએ 37-37 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. સપા અને બસપાએ માત્ર 6 બેઠકો કૉંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને અન્ય નાની પાર્ટીઓ માટે છોડી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ બનેલા સપા-બસપા ગઠબંધનમાં કૉંગ્રેસને પણ સામેલ કરવાની આશા હતી. પરંતુ બંને પાર્ટીઓ કૉંગ્રેસને વધારે બેઠકો આપવા માટે તૈયાર નથી. એવામાં ઉત્તર પ્રદેશના આ ગઠબંધનને મહાગઠબંધનમાં બદલવાની આશા ઓછી લાગી રહી છે.
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનના સહારે ઉતરવા માટે ઉત્સુક કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશની બે મોટી પાર્ટી બસપા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ બેઠકોની વહેંચણીના ફોર્મ્યૂલાને અંતિમ સ્વરૂપ આપી દિધુ છે. સુત્રોની જાણકારી મુજબ બસપા સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વચ્ચે દિલ્હીમાં મુલાકાત યોજાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -