ચોમાસું સત્રઃ સરકાર વિરૂદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ, સ્પીકરે આપી મંજૂરી
નોંધનીય છે કે, મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. સ્પીકર સુમિત્રા મહાજને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.
નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર શરૂ થઈ ગયું છે. કામકાજની ગંભીરતા બતાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક વિષય પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. સંસદની સારી છાપ જળવાઈ રહેવી જોઈએ.
જોકે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં મોબ લિન્ચિંગ મુદ્દે વિપક્ષે જોરદાર હંગામો શરૂ કર્યો હતો. એનસીપીના તારિક અનવર, સીપીએમના મોહમ્મદ સલીમ, આરએસપીના એન કે પ્રેમચંદ્રન, કોમગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને કે સી વેણુગોપાલે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની નોટિસ આી છે.