મોંઘા વડાપ્રધાન, PM મોદીના 41 વિદેશ પ્રવાસમાં અત્યાર સુધી ખર્ચાયા 355 કરોડ રૂપિયા, RTI માં થયો ખુલાસો
ખાસ વાત તો એ છે કે વડાપ્રધાન ઓફિસ (પીએમઓ)ની વેબસાઇટ પર પણ વડાપ્રધન મોદીના અત્યાર સુધીના કાર્યકાળ (48 મહિના) દરમિયાન વિદેશ પ્રવાસની માહિતી અવેલેબલ છે. પીએમઓની વેબસાઇટ અનુસાર આ પ્રવાસોમાં 30 યાત્ર ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કરવામાં આવી અને તેનું પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમનો સૌથી સસ્તો વિેદેશ પ્રવાસ ભૂટાનનો રહ્યો જ્યારે તે વડાપ્રધાન તરીકે પહેલી વિદેશ યાત્રામાં ગયા હતાં. આ પ્રવાસમાં સરકારે 2 કરોડ 45 લાખ 27 હજાર 465 રૂપિયા ખર્ચ કર્યા. મોદીએ ભૂટાનનો પ્રવાસ 15-16 જૂન, 2014ના રોજ કર્યો હતો.
મોદીનો સૌથી મોંઘો વિદેશ પ્રવાસ એપ્રિલ 2015 માં રહ્યો, જ્યારે તે યુરોપ બાદ કેનેડા પ્રવાસે ગયા, જેમાં તે ફ્રાન્સ અને જર્મની બાક કેનેડાના પ્રવાસે ગયા અને આ દરમિયાન સવા 31 કરોડ (31,25,78,000) રૂપિયા ખર્ચ થયા.
જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીથી જૂન સુધીના 7 વિદેશ પ્રવાસનું બિલ હજુ નથી મળ્યું જેના કારણે ચૂકવણું બાકી છે. બાકીની 5 યાત્રાઓ ભારતીય વાયુસેના બીબીજે એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસને લઇને બેગ્લુંરુના એક આરટીઆઇ કાર્યકર્તાએ માહિતી માંગી હતી, આરટીઆઇથી મળેલી માહિતી અનુસાર, પોતાના કાર્યકાળમાં મોદી લગભગ 165 દિવસ દેશની બહાર રહ્યાં.
આરટીઆઇ અંતર્ગત ખુલાસો થયો છે કે, વડાપ્રધાન મોદીએ 48 મહિનાના પોતાના શાસનકાળમાં અત્યાર સુધી 50 દેશોથી વધુ 41 વિદેશ પ્રવાસ કર્યા છે. અને આ પ્રવાસ દરમિયાન કુલ 355 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ હંમેશા વિપક્ષી દલોના નિશાના પર રહ્યાં છે. તેમના દરેક પ્રવાસ પર વિપક્ષ સવાલ જરૂર ઉઠાવે છે અને હવે આરટીઆઇ અંતર્ગત જે ખુલાસો થયો છે તેનાથી તો વિપક્ષી દળોને તેમના પર નિશાન સાધવાનું નવું હથિયાર મળી ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -