✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SPGએ PM મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી, CPG-CATના જવાનોને કરાયા એલર્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jun 2018 11:59 AM (IST)
1

સુત્રોએ જણાવ્યું કે પીએમ મોદીના કાફલાના ડ્રાઈવરોને પણ બ્રીફ કરવામાં આવ્યા છે અને તેમને સર્તક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પીએમ મોદીના કાફલામાં BMW 7 સીરીઝની બે સેડાન ગાડીઓ, 6 BMW X5 એસયૂવી અને એક Mercedes Benz ambulance રહે છે. આ સાથે જ કાફલામાં સુરક્ષાદળની ગાડીઓ અને જામર લાગેલી ગાડીઓ હોય છે. પીએમના કાફલામાં બે ડમી ગાડીઓ પણ રાખવામાં આવે છે, જેના કારણે પીએમ કઈ ગાડીમાં છે તેનો અંદાજ ન લગાવી શકાય. પીએમના કાફલાની આગળ અને પાછળ દિલ્લી પોલીસની ગાડીઓ પણ હોય છે.

2

કેબિનેટ સચિવાલયના સુત્રોએ જણાવ્યું કે પીએમ મોદી સામે કાવતરાનો પર્દાફાશ થયા બાદ SPGએ પોતાના જવાનોને સર્તક કરી દિધા છે. બીજી તરફ CPG (ક્લોજ્ડ પ્રોટેક્શન ગ્રુપ)ને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

3

CPGના જવાન હંમેશા પીએમ મોદીની આસપાસ રહેતા હોય છે અને તે અંદરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ જવાનો કોઈ આતંકીને થોડી સેકંડોમાં ઠાર કરવાની ક્ષમતા રાખે છે. બીજી તરફ એસપીજીની ક્વિક રિસ્પોન્સ ટીમને પર એલર્ટ કરી દેવામાં આવી છે.

4

નવી દિલ્લી: પુણે પોલીસ દ્વારા રાજીવ ગાંધી હત્યાકાંડની જેમ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની હત્યાનું કાવતરૂ હોવાનો ખુલાસો કર્યા બાદ સુરક્ષા એજન્સીઓએ પીએમની સુરક્ષાને લઈને સર્તક થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળતી એસપીજી ગ્રુપે પીએમ મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • SPGએ PM મોદીને રોડ શો ન કરવાની સલાહ આપી, CPG-CATના જવાનોને કરાયા એલર્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.