✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીનો પાર્થિવ દેહ પહોંચ્યો બોની કપૂરના ઘરે,આજે થશે અંતિમ સંસ્કાર, ઘર બહાર ચાહકોની જામી ભીડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Feb 2018 04:09 PM (IST)
શ્રીદેવીનો પાર્થિવ દેહ પહોંચ્યો બોની કપૂરના ઘરે,આજે થશે અંતિમ સંસ્કાર, ઘર બહાર ચાહકોની જામી ભીડ
1

મુંબઈ: શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બુધવારે શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લોખંડવાલાના સ્થિત ગ્રીન એકડર્સ લઈ જવામાં આવ્યો છે.

2

અંતિમ દર્શન માટે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંધેરીના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના ગાર્ડન નંબર 5માં રાખવામાં આવશે. બુધવારે સવારે 9.30થી 12.30 સુધી તેના અંતિમ દર્શન કરી શકાશે.જ્યારે વિલે પાર્લેના સ્મશાન ગૃહમાં બપોરે 3.30 કલાકે અંતિમ સંસ્કાર કરાશે.

3

4

ઉલ્લેખનીય છે કે, દુબઈમાં શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળ્યું હતું.

5

દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી.

6

શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર(થંભ તસવીર) સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી.

7

એબીપી ન્યુઝના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ક્લિયરન્સ મળ્યા બાદજ પણ ઓછામાં ઓછા 4 કલાક બાદ જ શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે. પક્રિયાઓ પૂર્ણ થવામાં હજુ ચાર કલાક લાગે તેવી શક્યતા છે.

8

શ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.

9

જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.

  • હોમ
  • India-news
  • દેશ
  • શ્રીદેવીનો પાર્થિવ દેહ પહોંચ્યો બોની કપૂરના ઘરે,આજે થશે અંતિમ સંસ્કાર, ઘર બહાર ચાહકોની જામી ભીડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.