‘પદ્મશ્રી’ શ્રીદેવી આજે પંચમહાભૂતમાં થશે વિલીન, જાણો ક્યાં થશે અગ્નિ સંસ્કાર
કાર્ડમાં સૌથી નીચે કોના તરફથી જાહેર કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ છે. તેમાં શ્રીદેવીની નાની પુત્રી ખુશી, મોટી દીકરી ખુશી અને પતિ બોની કપૂરનું નામ લખવામાં આવ્યું છે. ઉપરાંત સમગ્ર કપૂર પરિવાર અને અય્યપન પરિવાર વતી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર એક્ટ્રેસના દુબઈમાં થયેલા નિધન બાદ સોમવારે તેનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો. જે મુજબ શ્રીદેવી સાથે આ દુર્ઘટના થઈ તે સમયે તેણે શરાબનું સેવન કર્યું હતું અને નશામાં હોવાના કારણે તેને ચક્કર આવ્યા અને બેલેન્સ ગુમાવીને તે બાથટબમાં પડી ગઈ હતી.
શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પસંદ હતો. તેથી તે ફિલ્મોમાં પણ મોટાભાગે સફેદ રંગના કપડામાં જોવા મળી હતી. આ સફેદ રંગ હવે તેની અંતિમ વિદાયમાં પણ જોવા મળશે. શ્રીદેવીની ઈચ્છા હતી કે તેની અંતિમ વિદાયમાં બધુ સફેદ રંગનું હોવું જોઈએ. તેની આ ઇચ્છા પૂરી કરવામાં કોઈ કમી ન રહી જાય તે માટે શ્રીદેવીના નિવાસ સ્થાને સફેદ ફૂલોનો પણ ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે.
દુબઈમાં શ્રીદેવીની બોડીના ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તેનું મોત બાથટબમાં ડૂબી જવાથી થયું. દુબઈના લોકલ મીડિયા રિપોર્ટ્સ મુજબ બાથરૂમમાં નિયંત્રણ ગુમાવી દેવાથી શ્રીદેવી પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી અને ડૂબવાથી તેનું મોત થયું. શ્રીદેવી એક પારિવારિક લગ્ન સમારંભમાં હાજરી આપવા પરિવાર સહિત દુબઈ ગઈ હતી.
પ્રાઇવેટ જેટથી રાતે શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ એરપોર્ટ આવી પહોંચ્યા બાદ વીઆઇપી ગેટથી એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ અનિલ કપૂર, અનિલ અંબાણી સહિત બોની કપૂરના નજીકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકાર, નિર્માતા, નિર્દેશક, પ્રશંસક અને બોની કપૂરના પરિવારજનો તથા નજીકના લોકો શ્રીદેવીને અંતિમ વિદાય આપશે.
મુંબઈઃ દિવંગત બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતના ત્રણ દિવસ બાદ મંગળવારે બપોરે દુબઈ પોલીસે તેના પાર્થિવ દેહને ભારત લઈ જવાની મંજૂરી આપી હતી. જે બાદ અનિલ અંબાણીના પ્રાઇવેટ જેટમાં બોની કપૂર અને અર્જુન કપૂર શ્રીદેવીનો પાર્થિવ દેહ લઇને રાત્રે 9.45 કલાકની આસપાસ મુંબઈ પહોંચ્યા હતા. શ્રીદેવીના પરિવાર વતી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અંતિમ દર્શનથી લઇ અંતિમ સંસ્કાર સુધીની તમામ જાણકારી આપવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -