✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હૃદયરોગના દર્દીને મોદી સરકારની મોટી ભેટ, સ્ટેન્ટના ભાવમાં 400% સુધીનો ઘટાડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2017 07:05 AM (IST)
હૃદયરોગના દર્દીને મોદી સરકારની મોટી ભેટ, સ્ટેન્ટના ભાવમાં 400% સુધીનો ઘટાડો
1

સ્ટેન્ટ્સના વિતરણ અને પુરવઠાથી માંડીને દરેક પગલે મોટું માર્જિન વસૂલ કરાય છે અને દર્દીને વસ્તુ મળે ત્યાં સુધીમાં તેનો ભાવ વાસ્તવિક ખર્ચથી ૧૦૦૦-૨૦૦૦ ટકા સુધી વધી જાય છે. ગત વર્ષે સ્ટેન્ટ પર ભાવ અંકુશની દાદ માગતી એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે પગલાંની સૂચના આપી હતી અને એ પછી જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેને નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (એનએલઇએમ)ની યાદીમાં સામેલ કરી હતી.

2

જોકે, ૯૦ ટકાથી વધુ સ્ટેન્ટ્સ દવા સાથેના હોય છે. ૨૦૧૫માં કરવામાં આવેલી એન્જિયોપ્લાસ્ટીની સંખ્યા ગત વર્ષની સરખામણીએ ૪૨ ટકા વધુ હતી. ૨૦૧૫માં કુલ ૩.૭૫ લાખ એન્જિયોપ્લાસ્ટી થઇ હતી અને ૪.૭૫ લાખ સ્ટેન્ટનો ઉપયોગ કરાયો હતો.

3

આમ જોવા જઈએ તો એનપીપીએએ વેચાણ ભાવમાં ૪૦૦ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. હાલમાં દેશમાં લાખો લોકો હૃદયના બ્લોકેજની બીમારીથી પીડાય છે. સ્ટેન્ટ ઉત્પાદકો તેમની પાસેથી લાખો રૂપિયા લઇને લૂંટતા હોવાનું જાણવા મળતાં આ પગલું ભરવામાં આ‌વ્યું છે. મેટલ સ્ટેન્ટની કિંમત રૂપિયા ૨૫,૦૦૦થી રૂપિયા ૭૫,૦૦૦ની વચ્ચે રહેશે, જ્યારે દવા સાથેની સ્ટેન્ટની કિંમત રૂપિયા ૪૦,૦૦૦થી રૂપિયા ૧,૯૮,૦૦૦ની આસપાસ છે.

4

નવી દિલ્હીઃ હૃદયરોગના દર્દીઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે કોરોનરી સ્ટેન્ટની કિંમતમાં 85 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સાથે જ, બેર મેટલ સ્ટેન્ટની કિંમત 7,260 રૂપિયા અને ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટની કિંમત 29,600 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • હૃદયરોગના દર્દીને મોદી સરકારની મોટી ભેટ, સ્ટેન્ટના ભાવમાં 400% સુધીનો ઘટાડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.