કાનપુરઃ સબ ઇન્સ્પેક્ટરને મહિલા કોન્સ્ટેબલ સાથે થયો પ્રેમ, જાણો પછી શું થયું
થોડા મહિના પહેલા આઝમગઢમાં પણ પોલીસે પ્રેમીઓના લગ્ન કરાવ્યા હોવાની ઘટના સામે આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા બંને કોર્ટ ગયા અને ત્યાં કાયદાકિય રીતે લગ્ન કર્યા. જે બાદ બંને પરત પોલીસ સ્ટેશન આવ્યા અને સાથી પોલીસ કર્મચારીઓએ ફૂલોનો હાર મંગાવ્યો અને પોલીસ સ્ટેશનમાં જ એકબીજાને વરમાળા પહેરાવી. જે બાદ ઇન્સ્પેક્ટર મનોજ કુમાર રઘુવંશી સહિત તમામ પોલીસવાળાએ આ કપલને શુભકામના પાઠવી.
રેલ બજાર પોલીસ સ્ટેશનમાં તહેનાત સબ ઇન્સ્પેક્ટર ગિરીશ યાદવને કોન્સ્ટેબલ ભાવના તોમર સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ પ્રેમ સંબંધને લગ્ન સંબંધમાં ફેરવવાનો નિર્ણય કર્યો ત્યારે સાથી પોલીસ કર્મચારીઓનો ખુશીનું ઠેકાણું નહોતું.
કાનપુરઃ કાનપુરના રેલ બજાર પોલીસ સ્ટેશનમાં બુધવારે અલગ જ નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશનમાં પહોંચતા હોય છે પરંતુ જો પોલીસકર્મીઓને જ પરસ્પર પ્રેમ થઈ જાય તો ? આવો જ કિસ્સો કાનુપરમાં બન્યો છે.
ગત વર્ષે નવેમ્બરમાં કન્નોજમાં એક વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જ લગ્ન યોજવામાં આવ્યા હતા. દુલ્હનના પરિવારના સભ્યને કોઈએ લાફો માર્યો હતો, જેની ફરિયાદ નોંધાવવા દુલ્હન અને વરરાજા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મામલો ઉકેલાઇ ગયા બાદ બંનેના ત્યાં જ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
ગત મહિને ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની પોલીસે વિનય કુમાર અને નેહા વર્માના લગ્ન પોલીસ સ્ટેશનમાં કરાવ્યા હતા. બંને ઘણા લાંબા સમયથી લગ્ન કરવા માંગતા હતા પરંતુ પરિવારજનો તેની વિરુદ્ધમાં હતા. વારંવાર મનાવવા છતાં બંને માન્યા નહીં અને ઘરેથી ભીગી નીકળ્યા. જે બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રેમીઓને શોધીને તેમના લગ્ન કરાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -