શક્તિકાંત દાસને RBIના ગવર્નર બનાવવા પર ભડક્યો બીજેપીનો આ નેતા, કહ્યું- ભ્રષ્ટાચારમાં ચિદમ્બરનો સાથી છે
પૂર્વ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ
દાસ મે 2017માં નાણા મંત્રાલયના આર્થિક મામલાઓના વિભાગના સચિવ પદેથી રિટાયર થયા હતા, આરબીઆઇ ગવર્નરના પદ પર તેમની નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. તે ઉર્જિત પટેલની જગ્યા લેશે.
નવી દિલ્હીઃ બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શક્તિકાંત દાસને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના (આરબીઆઇ) નવ ગવર્નર નિયુક્ત કરવાને લઇને સવાલ ઉઠાવ્યા છે. તેમને શક્તિકાંત દાસ પર કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની સાથે મિલીભગ અને સાંઠગાંઠ કરી ભષ્ટાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
સ્વામીએ કહ્યું કે દાસે કોર્ટમાં ભષ્ટાચારનો ચાલી રહેલા કેસમાં પણ ચિદમ્બરમને બચાવવા માટે કોશિશ કરી. તેમને કહ્યું કે, હું નથી જાણતો આમને કેમ આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા છે. મેં આ નિર્ણયના સંબંધમાં વડાપ્રધાનને પત્ર લખ્યો છે.
કેન્દ્ર સરકારે મંગળવારા પૂર્વ નાણા સચિવ અને નાણાપંચના વર્તમાન સદસ્ય શક્તિકાંત દાસને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર નિયુક્ત કર્યા છે. બે વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલી નોટબંધી દરમિયાન શક્તિકાંતે ખાસ ભુમિકા નિભાવી હતી, એટલું જ નહીં દાસ આર્થિક મામલાઓના પૂર્વ સચિવ હતા.