ગેસ સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં આઠમી વખત વધારો, જાણો કેટલો થયો વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jan 2017 04:25 PM (IST)

1
નવા વર્ષે મોદી સરકારની પ્રજાને મોંઘવારીની ભેટ, ગેસ સિલિન્ડરના ભાવમાં સાત મહિનામાં આઠમી વખત વધારો
2
રાંધણગેસ પરની સરકારી સબસીડીના ભારણમાં ઘટાડો કરવા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. સબસીડીનું ભારણ ઘટાડવા માટે દર મહિને એલપીજી બોટલ પર ભાવ વધારો કરવામાં આવે છે.
3
ગેસની સ્થાનિક રેટ છેલ્લા સાત મહિનામાં આઠમી વખત વધારો કરવામાં આવ્યો છે. ગેસ પર મળતી સબસીડીના સરકારી ભારણમાં ઘટાડો કરવા આ પગલું ભરાયું હતું. જે ગેસ સિલિન્ડરનો ભાવ 432.71 રૂપિયા હતો તે હવે 434.71 રૂપિયા થશે.
4
નવી દિલ્લીઃ નોટબંધી બાદ સરકારે દેશની પ્રજાને નવા વર્ષમાં મોંઘવારીની ભેટ આપી છે. સરકાર દ્ધારા સબસીડીયુક્ત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. હવે સિલિન્ડર 434 રૂપિયા 71 પૈસા રૂપિયામાં મળશે. તે સિવાય સરકારે એવિએશન ટર્બાઇન ઇંધણના ભાવમાં પણ 8.6 ટકાનો વધારો કર્યો છે.