સુનંદા પુષ્કર કેસઃ હવે શશિ થરૂર પર ચાલશે કેસ, 7 જુલાઈએ હાજર રહેવા કોર્ટનો આદેશ
નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા અને કોચ્ચિથી લોકસભાના સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્લી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લેતા શશિ થરૂરને સમન્સ મોકલ્યું છે. શશિ થરૂરને 7 જૂલાઈના કોર્ટમાં પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે હાજર થવું પડશે.
શશિ થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન 22 ઓગષ્ટ 2010માં થયા હતા અને 17 જાન્યુઆરી 2014ના સુનંદા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મોત જાન્યુઆરી 2014માં એક ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. મોત બાદ 4 વર્ષ સુધી પોલીસ આ મામલે તપાસ કરતી રહી, ઘણી વખત શશિ થરૂરની પુછપરછ પણ કરવામાં આવી. ત્યારબાદ ગત મહિને પોલીસે થરૂરને આરોપી બનાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
દિલ્લી પોલીસે સુનંદા પુષ્કરના મોત મામલે કોર્ટે શશિ થરૂરને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આઈપીસી ઘારા 498 ઉત્પીડન અને ઘારા 306 આત્મહત્યા માટે ઉશકેરવાની ઘારા લગાવવામાં આવી હતી.