રવિવારે રજાના દિવસે રાજ્યની બેંકોમાં લાગી લાંબી લાઇનો, લોકો સવારથી જ બેંકો પર પહોંચ્યા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPM મોદીએ અચાનક મંગળવારે અચાનક દેશને સંબોધન કરીને 500 અને 1000 ની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. મોદીએ આ પગલા ભરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આતંકવાદ, ભ્રષ્ટાચાર અને નકલી નોટાના દુષણને ડામવા માટે આ પગલુ ઘણૂં જરૂર છે. જેનાથી લોકોને થોડી મશ્કેલી પડશે. પણ દેશ હિતમાં આમ કરવું જરૂરી છે.
સરકારના આ પગલાથી રાજકીય પક્ષો વિરોધ નોંધાવી રહ્યા છે. દેશની આમ જનતા વિરુદ્ધનો ગણાવી રહ્યા છે. લોકોને નોટો બદલા માટે કલાકો સુધી બધુજ કામકાજ છોડીને લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે અમુક જગ્યાએ લોકોને પોલીસના લાઠી ચાર્જનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં મોટા શહેરોથી લઇને નાના શહેરોમાં લોકો બેંકો અને ATM ની બહાર લાઇનમાં ઉભા રહી ગયા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રજાના દિવસે લોકો સવારથી જ લાઇનમાં ઉભા રહી ગયા છે.
નવી દિલ્લીઃ આજે રવિવાર રજાનો દિવસ હોવા છતા દેશના લાખો લોકો માટે આરામનો દિવસ નથી. કેમ કે, આજે પણ બેંક ખુલ્લા છે અને જે લોકો છેલ્લા ત્રણ દિવસથી પોતાની જુના 500 અને 1000 ની નોટ નથી બદલી શક્યા અથવા રજાન નહીં હોવાને લીધે નથી બદલી શક્યા તે લોકો આજે રજાના દિવસે જુની નોટ બદલવા માટે બેંકો બહાર લાંબી લાઇનો લગાવશે. દેશમાં ઘણી જગ્યાએ લોકો રાતે સુવાની જગ્યાએ એટીએમ અને બેંકોની બહાર જ લાઇનોમાં ઉભા રહી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -