સુનિલ અરોરાની નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક, 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Nov 2018 08:08 AM (IST)
1
નવી દિલ્હીઃ સુનીલ અરોડાને મુખ્ય ચૂંટણી કમિશનરના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુનીલ અરોડાને દેશના મુખ્ય ચૂંટણી કમિશનરના રૂપમાં નિયુક્ત કર્યા છે. સુનીલ અરોડા 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. સુનીલ અરોડા ઓપી રાવતની જગ્યા લેશે.
2
પૂર્વ આઈએએસ અધિકારી 62 વર્ષીય સુનીલ અરોડાને 31 ઓગસ્ટ 2017ના રોજ નવા ચૂંટણી આયોગ બનાવવામાં આવ્યા હતા. અગાઉ સુનીલ અરોડા સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયમાં સચિવના રૂપમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
3
રાજસ્થાન કેડરના 1980 બેચના આઈએએસ અરોડાએ પાંચ વર્ષ સુધી ભારતીય એરલાયન્સમાં મુખ્ય પ્રબંધક ડિરેક્ટર તરીકે કાર્ય પણ કર્યું છે. તેઓ 1993થી 1998 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રીના સચિવ અને 2005થી 2008 સુધી મુખ્યમંત્રીના પ્રધાન સચિવ પણ રહ્યા છે.