કયા આધાર પર મળ્યું યેદુરપ્પાને આમંત્રણ? કર્ણાટક પર સુપ્રીમ કોર્ટે કરી આ 5 ટિપ્પણીઓ
બહુમતીનો નિર્ણય જરૂરી છે, જેથી સારુ છે કે કાલે જ બહુમતી ટેસ્ટ થઇ જાય.
અમે રાજકીય લડાઇમાં નથી પડી રહ્યાં, વિધાનસભામાં જ આખરી નિર્ણય થવો જોઇએ.
કયા આધારે યેદુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય લડાઇ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી દીધી. કોર્ટે તે અરજી પર ફરીથી સુનાવણી કરી જેમાં કોંગ્રેસ અને જેડીએસે રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા યેદુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવા પર પડકાર્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલીયે તીખી ટિપ્પણીઓ કરી. જેમાં આ 5 મુખ્ય છે.
જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યુ છે તે બહુમતી સાબિત કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, કોંગ્રેસ-જેડીએસ બહુમતીના સમર્થનનો પત્ર બતાવી રહ્યાં છે અને યેદુરપ્પા પણ દાવો કરી રહ્યાં છે કે બહુમતી તેમની પાસ છે, તો જમીની હકીકતને જોવી પડશે.