✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આધાર કાર્ડને લઈને SCએ આપી મોટી રાહત, ચુકાદો આવે ત્યાં સુધી આધાર લિંક જરૂરી નથી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2018 05:54 PM (IST)
1

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે વિવિધ સેવાઓ સાથે આધાર કાર્ડ લિંક કરવા પર મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટેની સંવિધાન પીઠ આધાર લિંક કરવાના મામલે ચુકાદો નહીં આપે ત્યાં સુધી આધાર લિંક કરાવવું જરૂરી નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 જજોની સંવિધાનિક પીઠે કહ્યું કે, સરકાર આધાર લિંક માટે મજબૂર કરી શકે નહીં.

2

કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, સબસિડી માટે આધાર જરૂરી રહેશે. આ અગાઉ મોબાઈલ નંબર લિંક કરવા સહિત તમામ સરકારી સેવાઓ અને અન્ય વિવિધ સેવાનો લાભ લેવા માટે આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2018 રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સામાન્ય જનતાએ ઘણી રાહત મળશે.

3

પાન કાર્ડ, બેન્ક એકાઉન્ટ, મોબાઈલ નંબર સાથે, શેર સ્ટોક્સ, ક્રેડિ કાર્ડ, એલપીજી કનેક્શન, ઈશ્યોરન્સ, પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ, મ્યૂચૂઅલ ફંડ જેવી તમામ યોજનાઓ અને સુવિધાઓને આધાર સાથે લિંક કરવાની તારીખ 31 માર્ચ રાખવામાં આવી હતી પણ હવે કોઈ ડેડલાઈન આપી નથી, જ્યાં સુધી કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ડેડલાઈન લંબાવી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આધાર કાર્ડને લઈને SCએ આપી મોટી રાહત, ચુકાદો આવે ત્યાં સુધી આધાર લિંક જરૂરી નથી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.