Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રામ જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ટળી, સુનાવણી માટે બનશે નવી બેન્ચ
ઉલ્લેખનીય છે કે, રાજકીય દ્રષ્ટિથી અતિ સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દાખલ કરવામાં આવેલી અપીલો પર આજે સુનાવણી થવાની હતી, જેમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને એસકે કૌલની પીઠ દ્વારા જોવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે આ મામલો જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે ઉચિત પીઠ સમક્ષ આવશે, જે આની સુનાવણીનો કાર્યક્રમ નિર્ધારિત કરશે. બાદમાં અખિલ ભારતીય હિન્દુ સભાએ બીજી એક અરજી દાખલ કરી સુનાવણી વહેલી તકે કરવા આગ્રહ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટે આમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 29 ઓક્ટોબરે જ આ મામલે સુનાવણી વિશે આદેશ પસાર કરી દેવામાં આવી ચૂક્યો છે.
આ પીઠ દ્વારા હાઇકોર્ટમાં સપ્ટેમ્બર, 2010ના નિર્ણય વિરુદ્ધ દાખલ 14 અપીલો પર સુનાવણી કરવામાં આવવાની હતી. અગાઉ હાઇકોર્ટે આ વિવાદમાં દાખલ ચાર દીવાની અરજી પર પોતાનો ફેંસલો સંભળાવતા 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન રીતે વહેંચણીનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં ચાલેલી 40 મિનીટની સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, હવે કેસ નવી બેન્ચ સાંભળશે, ને નક્કી કરશે કે શું આ મામલો ફાસ્ટટ્રેકમાં મોકલવો જોઇએ કે નહીં.
નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ કરવાની જાહેરાત કરી છે. આ માટે કોર્ટે નવી બેન્ચ ગઠીત કરવાની પણ વાત કરી છે. આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આગામી થોડાક દિવસોમાં આ મામલે કેસને સાંભળવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -