ચીફ જસ્ટિસ Vs ચાર જજઃ આજે ઉકેલાઇ શકે છે દેશનો 'સુપ્રીમ વિવાદ'
ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના 4 સૌથી સીનિયર જજોએ મીડિયાની સામે આવીને ચીફ જસ્ટીસને કઠેરામાં ઉભા કરી દીધા હતા. આરોપ લાગ્યો છે કે ચીફ જસ્ટિસ પસંદગીના જજો પાસે કેસ મોકલે છે અને લોયાના મોતના કેસમાં મનમાની કરવામાં આવી છે. ચારેય જજોના આ આરોપોથી હડકંપ મચી ગયો છે. વિવાદ ઉલેકાય એવી આશા છે પણ ક્યારે ઉકેલાશે તે નક્કી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકતાના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા જસ્ટિસ ગોગોઇએ ન્યૂઝ એન્જસી પીટીઆઇને કહ્યું કે, કોઇ સંકટ નથી. વળી કોચ્ચિમાં કુરિયન જોસેફે કહ્યું, ''અમે એક મુદ્દો ઉઠાવ્યો, હવે આ મામલો સામે આવ્યો છે. આ ન્યાયપાલિકાની અંદરની મેટર છે અને અંદર જ તેને ઉકેલવામાં આવશે. સંસ્થાની અંદર સુધારાની જરૂર છે. ન્યાયપાલિકામાં લોકોનો વિશ્વાસ વધારવા માટે આ પગલું ભર્યું છે. અમને આશા છે કે આમાં સુપ્રીમ કોર્ટના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે.''
સરકાર આને જજોનો અંદરનો પોતાનો મામલો ગણાવી રહી હતી, પણ કાલે અચાનક પીએમ મોદીના મુખ્ય સચિવ નુપેન્દ્ર મિશ્ર અચાનક ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના ઘરે પહોંચી ગયા હતા. જોકે, પાંચ મિનિટ ઘરની અંદર રહેવા છતાં નૃપેન્દ્ર મિશ્ર મળ્યા વિના જ પાછા ફર્યા હતા. કોંગ્રેસની સાથે સાથે જાણકારોએ પણ આના ઉપર સવાલો ઉભા કર્યો હતા.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પર સવાલ ઉભા કરવાના ચારે જજોમાંથી બે, જસ્ટિસ રંગન ગોગોઇ અને જસ્ટિસ કુરિયન જોસેફે વિવાદ બાદ ગઇકાલે મૌન તોડ્યું. બન્ને એવા સંકેત આપ્યા છે જેનાથી વિવાદ ઉકલાવાનો અણસાર મળી રહ્યો છે.
નવી દિલ્દીઃ દેશના સુપ્રીમ વિવાદનો આજે ત્રીજો દિવસ છે. બહુ જલ્દી વિવાદ ઉકેલાઇ શકવાની આશા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા આજે વરિષ્ઠ જજો સાથે વાત કરી શકે છે. શનિવારે પણ જજો અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની મુલાકાત કહેવાઇ રહી હતી પણ ત્રણેય જજ જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ રંગન ગોગોઇ દિલ્હીથી બહાર હતા, આ જજો આજે સાંજ સુધીમાં દિલ્હી પાછા ફરશે. આવામાં આ મુલાકાત સાંજે થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -