આઈપીસીની કલમ 377 અનુસાર સમલૈંગિક અથવા કોઈ પશુની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવા પર તે અપરાધની શ્રેણીમાં આવે છે. આમ કરવા પર વ્યક્તિને આજીવન જેલ અથવા દસ વર્ષની સજા અને દંડ થઈ શકે છે. 2 જુલાઈ 2009ના રોજ દિલ્હી હાઈકોર્ટે પરસ્પર સહમતીથી સ્થાપિત સમલૈંગિક સંબંધના સંદર્ભમાં કલમ 377ને ગેર બંધારણીય જાહેર કર્યો હતો.
2/5
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચને કહ્યું કે આ અરજી પર પહેલેથી જ આ કેસ પર અને આવી અન્ય અરજી પર સુનાવણી કરનારી બંધારણીય બેન્ચ જ વિચાર કરશે.
3/5
સૂરીએ પોતાની અરજીમાં કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 377 કાયદામાં હોવાને કારણે તેના વયસ્ક અને પરસ્પર સહમતિથી સમલૈંગિક જાતીય સંબંધ બનાવનાર એલટીબીટીક્યૂ (સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) સભ્યોને ખોટા કેસની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક તો વાસ્તવમાં તેનો સામનો કરી રહ્યા છે.
4/5
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાઈ ચન્દ્રચૂડની ત્રણ સભ્યોની બેન્ચે કેશવ સૂરીની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. બેન્ચે કેન્દ્ર સરકારને એક સપ્તાહની અંદર જવાબ આપવાના આદેશ આપ્યા છે.
5/5
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે બે વયસ્કની વચ્ચે પરસ્પર સહમતિથી બનેલ સમલૈંગિક જાતીય સંબંધને અપરાધ ગણાવવા પર પડકાર ફેંકનાર અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. નોંધનીય છે કે, સ્પીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ હોટલ કારોબારી કેશવ સૂરીની અરજી પર સુનાવણી કરી રહી હતી.