SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય, તાત્કાલીક ધરપકડ નહીં થાય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2018 11:28 AM (IST)
1
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કેસ નોંધાવતા પહેલા ડીએસડી સ્તરના પોલીસ અધિકારી શરૂઆતની તપાસ કરશે. આ મામલે વચગાળાના જામીન પણ કોઈ સંપૂર્ણ પ્રતિબંધ નથી. કોઈ સરકારી અધિકારીની ધરપકડ પહેલા તેના ઉચ્ચધિકારીની મંજૂરી જરૂરી હશે.
2
નવી દિલ્હીઃ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 અંતર્ગત ગુનામાં સપ્રીમ કોર્ટે નવા દિશા નિર્દેશ જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારના કેસમાં હવે તાત્કાલીક ધરપકડ કરવામાં નહીં આવે. એટલું જ નહીં ધરપકડ પહેલા આરોપાની તપાસ જરૂરી છે. ધરપકડ પહેલા જામીન પણ આપી શકાય છે.