Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવા પર લગાવી રોક, જાણો શું કહ્યું
ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રએ આ પર વિરોધ કર્યો હતો કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રોહિંગ્યા મામલે અરજી ન્યાયાલયમાં વિચાર યોગ્યો નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે આ મામલે સરકારને આધિન છે અને સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. સરકારે પોતાના એફિડેવિટમાં રોહિંગ્યા શરણાર્થીઓને દેશની સુરક્ષા માટે ખતરો બતાવતાં કહ્યું હતું કે તેઓ ભારતમાં ન રહી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યાં છે કે, “આગામી સુનાવણી સુધી તેઓ રોહિંગ્યને પરત મોકલવા અંગેનો નિર્ણય ના લે.” રોહિંગ્યા શરણાર્થીઓએ કેન્દ્ર સરકારના તે નિર્ણય પડકાર્યો છે જેમાં તેઓને ભારતમાંથી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં ગેરકાયદે રહેતા રોહિંગ્યા શરણાર્થીઓને શરણ આપવા કે ફરી પરત મોકલવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર સુધી સુનાવણી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી દરમિયાન તમામ પક્ષોને પોતાનો વિચાર તૈયાર રાખવાના નિર્દેશ આપ્યાં છે.
દેશમાં રહેતા ગેરકાયદે રોહિંગ્યા મુસલમાનોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશની સુરક્ષા, આર્થિક હિતો જરૂરી છે પણ તેની માનવતાના આધારે પણ જોવું જોઈએ, આપણું સવિંધાન માનવતાના આધાર પર બન્યું છે.
સરકારે કહ્યું હતું કે કેટલીક ગુપ્ત જાણકારીઓના આધારે કેટલાંક રોહિંગ્યા મુસ્લિમો આતંકી સંગઠનોના પ્રભાવમાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “આ મામલે દલીલો ભાવનાત્મક મુદ્દે નહીં પરંતુ કાયદાકીય મુદ્દે હોવી જરૂરી છે.” ભારતમાં લગભગ 40,000 રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યાં છે. ભારતમાં રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-NCR અને રાજસ્થાનમાં વસવાટ કરે છે. આ મામલે સુપ્રીમ કોર્ટે લગભગ 40,000 રોહિંગ્યા મુસલમાનોને દેશમાંથી કાઢવાની યોજના પર કેન્દ્ર સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -