સુપ્રીમમાં ફિક્સ પગારના કેસમાં ગુજરાત સરકારને ફટકો, જાણો સુપ્રીમે શું આપ્યો આદેશ ?
સમાન કામ- સમાન વેતનના સિદ્ધાંતનો છેદ ઉડાડતી ગુજરાત સરકારની ફિક્સવેતન નીતિ સામે યોગક્ષેમ ફાઉન્ડેશન હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી લડાઇ લડી રહ્યું છે. આ એક સામાજીક સંસ્થા છે અને તેમાં કોઇ સરકારી કર્મચારી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો રજૂઆત સાંભળવા માટે તૈયાર હોય તો પક્ષકાર તરીકે કેમ નહી એમ કહીને સરકારનું એફિડેવિટ ગ્રાહ્ય ન રાખી નહોતી અને ફિક્સ વેતનના કર્મચારીઓને આ કેસમાં ઇફેક્ટિવ પાર્ટી તરીકે જોડવાનો આદેશ આપ્યો હતો.
ગુરુવારે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકાર પર સવાલ કર્યો હતો કે તેમને આ મુદ્દે શું વાંધો છે. જેના જવાબમાં સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે, કર્મચારીઓના કોઇ સવાલો હોય તો રજૂઆત સાંભળવા સરકાર તૈયાર છે પરંતુ પક્ષકાર તરીકે જોડવામાં અમને વાંધો છે.
નવી દિલ્હીઃ ફિક્સવેતન મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝટકો આપ્યો છે. ફિક્સ વેતન મામલે ગુજરાત સરકારે કરેલી દલીલોને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી અને આ નીતિને કારણે પિડિત કર્મચારીઓને આ કેસમાં પક્ષકાર તરીકે જોડ્યા હતા. ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા આ નિર્ણયને સચિવાલયથી લઇને જિલ્લા-તાલુકા સ્તરના સરકારની કર્મચારીઓએ આવકાર્યો હતો.
અગાઉ સરકારના અનેક સંવર્ગોના કર્મચારીઓએ આ કેસમા પ્રતિવાદી તરીકે જોડવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. જેના જવાબમાં સરકારે એફિડેવિટ કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં જ્યારે કેસનો ચુકાદો આવ્યો ત્યારે કોઇ કર્મચારી પક્ષકાર નહોતા. જેથી સુપ્રીમ કોર્ટેમાં તેમને પ્રતિવાદી તરીકે જોડી શકાય નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -