✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અયોધ્યા વિવાદઃ આજથી થશે રોજ સુનાવણી, હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષો વચ્ચે અનુવાદનું કામ પૂર્ણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Mar 2018 09:34 AM (IST)
1

કોર્ટે હિન્દુ પક્ષને કહ્યું કે તે ગીતા, રામચરિતમાનસ, પુરાણ, ઉપનિષદ જેવા ગ્રંથોના જે ભાગોને કોર્ટમાં મુકવા માગે છે, તેનું અંગ્રેજી અનુવાદ મુસ્લિમ પક્ષને આપે. બન્ને પક્ષોના વકીલોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ડૉક્યૂમેન્ટ્સના અનુવાદ અને લેવડ દેવડનું કામ પુરુ થઇ ચૂક્યું છે.

2

8 ફેબ્રુઆરીએ થયેલી છેલ્લી સુનાવણીમાં પણ એવું જ માનવામાં આવી રહ્યું હતું કે, સતત સુનાવણીની તારીખ નક્કી થઇ શકે છે પણ તે દિવસે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે તે પુસ્તકોનું અનુવાદ માંગ્યું હતું જેના અંશ હિન્દુ પક્ષ પોતાની દલીલો દરમિયાન કરી રહ્યો હતો. આ માંગના કારણે ચીફ જસ્ટીસ દીપક મિક્ષા, જસ્ટીસ અશોક ભૂષણ અને એસ અબ્દુલ નજીરની બેન્ચે સુનાવણીને ટાળી દીધી હતી.

3

4

નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં આજે સતત સુનાવણીની તારીખ નક્કી થઇ શકે છે. 8 ફેબ્રુઆરીએ થયેલી છેલ્લી સુનાવણીમાં કન્ટીન્યૂ તારીખ નક્કી થવાનુ અનુમાન હતું પણ સુન્ન વક્ફ બોર્ડે તે પુસ્તકોનું અનુવાદ માગ્યું હતું જેના અંશ હિન્દુ પક્ષ પોતાની દલીલમાં કરી રહ્યાં હતા. બન્ને પક્ષોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે અનુવાદના ડૉક્યૂમેન્ટ્સની લેવડ દેવડનું કામકાજ પુરુ થઇ ચૂક્યું છે, સુનાવણી બપોરે બે વાગે શરૂ થશે.

5

6

30 સપ્ટેમ્બર 2010 એ આ મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્ણય આવ્યો હતો. હાઇકોર્ટે વિવાદિત જગ્યા પર મુસ્લિમ પહેલા હિન્દુ મંદિર હોવાની વાત માની હતી, નિર્મોહી અખાડો અને સુન્ની વક્ફ બોર્ડની વચ્ચે વહેંચણીનો આદેશ આપ્યો હતો. આના વિરુદ્ધ બધા પક્ષો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ત્યારથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં અટકેલો પડ્યો છે.

7

કેસ સાથે જોડાયેલી ધાર્મિક ભાવનાઓને જોતા કોર્ટે કહ્યું હતું, આ કેસ એક જમીન વિવાદ છે, અમે તેને એ રીતે જ જોઇશું. આ ટિપ્પણી દ્વારા કોર્ટે બધા પક્ષોના વકીલોને એ મેસેજ આપ્યો હતો કે કોર્ટમાં તથ્યોના આધારે કામ કરે, ભાવનાત્મક દલીલ ના કરે. આ કેસ 7 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે.

8

આવામાં શક્યતા છે કે, આજે કાંતે ચર્ચાની ઔપચારિક શરૂઆત થશે અથવા તો રેગ્યૂલર સુનાવણીની તારીખો નક્કી થશે. અત્યાર સુધી આ મામલાને સાંભળી રહેલા ચીફ જસ્ટીસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર્ડ થઇ જશે. આવામાં કોર્ટ જો સતત સુનાવણી શરૂ કરે છે તો કેસનો નિવેડો સપ્ટેમ્બરના અંત સુધીમાં આવી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અયોધ્યા વિવાદઃ આજથી થશે રોજ સુનાવણી, હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષો વચ્ચે અનુવાદનું કામ પૂર્ણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.