સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર કર્યો કઠુઆ ગેંગરેપ કેસ, હવે પઠાણકોટમાં થશે સુનાવણી
આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ મામલે નોંધ લીધી હતી.સોમવારે કોર્ટે કઠુઆ ગેંગ રેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગનાં આગ્રહથી જોડાયેલી વિભિન્ન પિટીશનોને પણ સુપ્રિમે ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે જમ્મુ-કશ્મીરના કઠુઆ ગેંગરેપ કેસ અને હત્યાનો મામલો પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ સાથે જ કહ્યં કે આ મામલે સુનાવમી કોર્ટના બંધ રૂમમાં થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય તે માટે દૈનિક આધારે ફાસ્ટ ટ્રેક સુનાવણીનો પણ આદેશ આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, કેસની સુનાવણી જમ્મુ-કાશ્મીરમાં લાગુ રણબીર દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ જ કરાશે.
હવે આ મામલાની આગળની સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે, જમ્મુના કઠુઆમાં એક બાળકી સાથે ગૈંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે દેશભરમાં ઘણી ચર્ચાઓ પણ થઈ હતી.
સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સુરક્ષા મુખ્ય મુદ્દો છે, અમે પઠાણકોટમાં પર્યાપ્ત સુરક્ષાની વ્યવસ્થા કરશું. પીડિત પરિવારે કેસને જમ્મુ-કશ્મીરથી અલગ બીજા રાજ્યમાં કેસને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જમ્મુ-કશ્મીર સરકારે કેસને ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સરકારની દલીલ હતી કે તેમની પાસે અલગ દંડ સંહિતા છે અને કેસને ટ્રાન્સફર કરવાથી સાક્ષીઓને મુશ્કેલી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -