ફટાકડા પર સમગ્ર દેશમાં લાગશે પ્રતિબંધ? સુપ્રીમ કોર્ટ આજે આપશે ચુકાદો
કોર્ટે કહ્યું, સંવિધાનના અનુચ્છેદ 21 તમામ વર્ગો પર લાગૂ થાય છે, તેમજ ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ લગાવવાનો વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. કોર્ટે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે ઉપાયો આપવાનો અનુરોધ કર્યો હતો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ આજે દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ લગાવવાને લઈને નિર્ણય સંભળાવી શકે છે. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને થયેલી એક અરજી પર સુનાવણી બાદ જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ અંગેનો ચુકાદો 28મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતા પહેલા ફટાકડા ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના 1.3 અબજ લોકોના સ્વાસ્થ્યના અધિકાર સહિત વિવિધ મુદ્દાઓને ધ્યામાં રાખવાં પડશે.
આ સાથે જ કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ લગાવવાથી તેનો લોકો પર શું પ્રભાવ પડશે.