જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 35A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
આર્ટિકલ 35એને લઇને 14 મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આદેશ આપ્યો હતો. આ આદેશ મારફતે ભારતના બંધારણમાં એક નવી આર્ટિકલ 35એ ઉમેરવામાં આવી હતી. અનુચ્છેદ 35એ કલમ 370નો હિસ્સો છે. આ આર્ટિકલને કારણે બીજા રાજ્યોના કોઇ પણ નાગરિક જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નથી અને ત્યાં સ્થાનિક નાગરિક પણ બની શકતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્ટિકલ 35એ જમ્મુ કાશ્મીરને રાજ્યના રૂપમાં વિશેષ અધિકારો આપે છે. જે પ્રમાણે આપવામાં આવેલા અધિકારો સ્થાનિક નિવાસીઓ સાથે જોડાયેલા છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તે આઝાદી સમયે બીજા સ્થાન પરથી આવેલા શરણાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ કાશ્મીરમાં કોઇ પ્રકારની સુવિધા આપે અથવા તો ના આપે.
દિલ્હી સ્થિત એનજીઓ We the Citizens અને વેસ્ટ પાકિસ્તાન રિફ્યૂજી એક્શન કમિટીએ સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરી છે. તેમની માંગ છે કે રાજ્યને વિશેષ નાગરિકતા કાયદા - 35A અનુસાર દરજ્જો આપવામાં આવે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના અનુચ્છેદ 35A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ પહેલા 6 ઓગસ્ટે આ મામલે સુનાવણી થવાની હતી પણ જજોની ખંડપીઠમાં એક જજના ના હોવાના કારણે સુનાવણી ટળી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે આ મામલો બંધારણીય પીઠને મોકલવા પર વિચાર ત્રણ જજોની બેન્ચ જ કરી શકે છે. સુનાવણીને લઇને અલગતાવાદીઓએ ઘાટીમાં બે દિવસનું બંધનું એલાન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -