✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ખુલાસોઃ મૃતદેહોને ટ્રકમાં ભરીને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2016 08:43 AM (IST)
1

અંદાજે 4 કલાક સુધી આ ઓપરેશન ચાલુ રહ્યું. 4 કલાકે સવારે ખતમ થયું. જાણકારી અનુસાર આંતકવાદીઓના 7 કેમ્પ ઉરીની બીજી બાજુ હતા. એટલે કે લાઈન ઓફ કન્ટ્રોલની બે કિલોમીટરની અંદર હતો. સ્પેશિયલ ફોર્સના અંદાજે 150 કમાન્ડોને હેલિકોપ્ટરની મદદથી એલઓસી પર ઉતારવામાં આવ્યા. આતંકવાદીને મારવા માટે કમાન્ડોઝની અનેક ટીમ બનાવવામાં આવી જેમાં 10થી 12 કમાન્ડો એક ટીમમાં હતા. આ તમામ ટીમ જમીન માર્ગે લાઈન ઓફ કન્ટ્રોલને પાર કરી, ત્યાર બાદ બે કિલોમીટર સુધી અંદર ઘૂસીને આતંકવાદીઓને માર્યા.

2

તમને જણાવીએ કે 28-29 ડિસેમ્બરે મોડી રાત્રે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકવાદી કેમ્પના લોન્ચિંગ પેડ વિરૂદ્ધ કાર્યવાહી કરતા 50 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા. બુધવાર રાત્રે અંદાજે 12.30 કલાકે ભારતીય સેનાની સ્પેશિયલ ફોર્સ કમાન્ડોની બે યૂનિટ ઉત્તરી ઝોનના બે ગુપ્ત સ્થળથી હેલીકોપ્ટર દ્વારા એલઓસીની ખૂબ જ નજીક ઉતર્યા.

3

શુક્રવારની નમાજ બાદ જાલહનામાં લશ્કરના આતંકવાદીઓ જમાવડો શરૂ થયો.પાકિસ્તાની સેના વિરૂદ્ધ અવાજ ઉઠ્યો કે તે સરહદની સુરક્ષા નથી કરી શક્યા. ત્યારે ભારતને એવો પાઠ ભણાવવાની જાહેરાત થઈ જે ભારત ક્યારે ભૂલી ન શકે.

4

એલઓસીની પાસે રહેનારા લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ફાયરિંગના અવાજ સાંભળ્યા પરંતુ લોકો પોતાના ઘરમાંથી બહા નીકળ્યા ન હતા. સર્જિકલ સ્ટ્રાઈકથી આંતકવાદીઓના પીઓએકમાં બનેલ માળખાને કેટલુંક નુકસાન થયું. નજરે જોનારાઓએ અલ હાવી બ્રિજની પાસે એક બિલ્ડિંગમાં આગળ જોઈ હતી. ખૈરાતી બાગમાં લાકડામાંથી બનેલ લશ્કરની એક બિલ્ડિંગ ભારતીય હુમલામાં નષ્ટ થઈ છે.

5

ઇન્ડિયન એક્સપ્રેસે દાવો કર્યો છે કે, લોકોએ 6 મૃતદેહને ટ્રકમાં ભરીને લઈ જતા જોયા. મૃતદેહને ટીટવાલમાં લશ્કરના કેમ્પ ચાલહના લઈ જવામાં આવ્યા. આ વિસ્તાર ટીટવાલમાં નીલમ નદીની પાસે આવેલો છે. સ્થાનીક લોકોના મારફતે આ ઘટના સમયે ત્યાં હાજર વ્યક્તિએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ભારતીય સર્જિકલ સ્ટ્રાઈકમાં 3-4 લોકો માર્યા ગયા હશે. બાકીના ફાયરિંગનો અવાજ સાંભળીને જંગલમાં ભાગી ગયા. અથમુકમમાં નીલમ જિલ્લા હોસ્પિટલ જઈને પરત ફરેલ સાક્ષીએ દાવો કર્યો કે, જે પણ લશ્કરના આતંકવાદી માર્યા ગયા છે તેને ત્યાં ન લઈ જઈ કોઈ ગુપ્ત જગ્યાએ દફન કરવામાં આવ્યા છે.

6

નવી દિલ્હીઃ સર્જિકલ સ્ટ્રાઈકના સત્યને પાકિસ્તાન છુપાવી રહ્યું છે. પાકિસ્તાની સેના વિદેશી મિડાયને સર્જિકલ સ્ટ્રાઈકવાળી જગ્યા પર લઈ ગઈ અને બતાવ્યું કે જુઓ અહીં કંઈ થયું જ નથી. હવે ઇન્ડિયન એક્સપ્રેસે સર્જિકલ સ્ટ્રાઈને લઇને ખુલાસો કર્યો છે. ગુપ્ત દસ્તાવેજ અને એલઓસી વિસ્તારમાં રહેનારા લોકો સાથે વાત કરીને ઇન્ડિયન એક્સપ્રેસે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા એકત્ર કર્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સર્જિકલ સ્ટ્રાઈકને લઈને ખુલાસોઃ મૃતદેહોને ટ્રકમાં ભરીને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.