મોદી સરકાર લોકોના ખિસ્સાંમાંથી કઈ રીતે ખંખેરી રહી છે રોજના 30 કરોડ ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2016 01:11 PM (IST)
મોદી સરકાર લોકોના ખિસ્સાંમાંથી કઈ રીતે ખંખેરી રહી છે રોજના 30 કરોડ ? જાણો

નવી દિલ્લીઃ રાજધાની, શતાબ્દી અને દુરંતોની સફર શુક્રવારથી મોંઘી થઇ ગઇ છે. હવાઇ સેવાની જેમ રેલવે પણ હવે ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગૂ કરી રહ્યુ છે. જેમાં બેઝિક ફેર દોઢ ગણુ વધી જશે. ફ્લેક્સી ફેર સિસ્ટમની અસર કુલ 189 ટ્રેનોના ભાડા પર થશે. રેલવેની આ યોજના તેની આવકમાં દરરોજ લગભગ 30 કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો કરાવશે.

1

2

આ પ્રકારના નિયમોથી એરલાઇન્સ અને ટ્રેન વચ્ચે કોમ્પિટિશન વધશે. 90 ટકા બર્થ માટે વધારે ભાડા માટે અંતિમ સમયે બર્થ ખાલી રહી જાય તો ટિકિટો મોંઘી વેચાશે. એરલાઇન્સની તુલનામાં ફ્લેક્સી ફેર સિસ્ટમમાં પારદર્શીતા રહેશે નહીં. મુસાફરી દરમિયાન આઇડી ચેકિંગ માટે કડક પગલા લેવાતા નથી. નકલી આઇડી બનાવીને ટિકિટો અગાઉથી જ ખરીદી લેવામાં આવે છે

3

સરેરાશ રેલવે એક દુરંતો ટ્રેનથી દરરોજ 11 લાખ, રાજધાનીથી 24 લાખ અને શતાબ્દી એક્સપ્રેસથી 16 લાખથી વધુની કમાણી કરે છે. મંત્રાલયના કહેવા પ્રમાણે, દેશના 98 રુટો પર 80 દુરંતો, 55 રાજધાની અને 54 શતાબ્દી એક્સપ્રેસ દોડે છે. એવામાં પ્રતિ દિવસ 189 ટ્રેનોની 1.77 લાખ બેઠકોમાં ભાડુ વધતા રેલવે 30 કરોડ રૂપિયાની કમાણી કરી લેશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકાર લોકોના ખિસ્સાંમાંથી કઈ રીતે ખંખેરી રહી છે રોજના 30 કરોડ ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો