છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોની બનશે સરકાર? જુઓ આ રહ્યો સર્વે
ટાઈમ્સ નાઉ-સી વોટરના સર્વે પ્રમાણે જો પરિણામ આવશે તો બીજેપી માટે આ બહુ મોટો ઝટકો કહેવાય. જેની અસર આગામી લોકસભા ચૂંટણી પર પણ જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે આ પહેલા બીજેપી અને કોંગ્રેસના નેતાઓ પ્રચાર શરૂ કરી દીધો છે. હાલ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. પરંતુ ઓપિનિયલ પોલના કારણે બીજેપી સરકાર ચિંતામાં છે. ત્યારે એબીપી ન્યુઝ-સી વોટરના સર્વે બાદ હવે ટાઈમ્સ નાઉ-સી વોટરમાં બીજેપી માટે ‘અચ્છે દિન’ લાગતા નથી.
ટાઈમ્સ નાઉ-સી વોટર સર્વે પ્રમાણે, રાજસ્થાન વિધાનસભાની કુલ 200 સીટોમાંથી કોંગ્રેસને 129 સીટો, બીજેપીને 63 સીટો અને અન્યને 8 સીટો મળી શકે છે. રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે 101 સીટોની જરૂર છે. એટલે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે.
ટાઈમ્સ નાઉ-સી વોટરના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બીજેપી સતત ચોથીવાર સરકાર બની શકે છે. કુલ 230 સીટોમાંથી બીજેપીને 126, કોંગ્રેસ 97 અને અન્યની સાત સીટો પર જીત થઈ શકે છે. મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા માટે 116 સીટોની જરૂર છે. સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજેપીની સીટોને નુકશાન થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં હાલ બીજેપીના 166 અને કોંગ્રેસના 57 ધારાસભ્યો છે.
સર્વે પ્રમાણે, છત્તીસગઢમાં પણ બીજેપી સરકારની સત્તા જઈ શકે છે. રાજ્યની કુલ 90 સીટોમાંથી કોંગ્રેસને 47 સીટો પર કબ્જો મેળવી શકે છે. બીજેપીને 39 અને અન્ય ચાર સીટો મળી શકે છે.
સર્વે પ્રમાણે છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સરકારની સત્તા જઈ શકે છે. આ બન્ને રાજ્યોમાં કોંગ્રેસની વાપસી થઈ શકે છે. સર્વે પ્રમાણે, મધ્યપ્રદેશમાં શિવરાજનું રાજ રહેશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને એકવાર ફરી સત્તાથી દૂર રહેવાનો વારો આવી શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપી છેલ્લા 15 વર્ષોથી સત્તામાં છે. જ્યારે રાજસ્થાનની કમાન છેલ્લા 5 વર્ષથી બીજેપીના હાથમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -