મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોની સરકાર બનશે, જાણો વિગત
નેશનલ હેરાલ્ડમાં છપાયેલા સર્વે એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે કોંગ્રેસ વિધારધારા સમર્થિત અખબાર છે આ સર્વે જૂથોમાંથી વહેંચાયેલા કોંગ્રેસી નેતાઓ માટે ચેતવણી છે. જો હજી પણ તેઓ એક ના થયા તો તમામ સત્તાથી દૂર થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોંગ્રેસ એકલું ચૂંટણી લડશે તો તેને માત્ર 73 સીટો જ મળી શકશે. સર્વે એવું પણ કહે છે કે મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ અને પીએમ મોદીની લોકપ્રિયતા હજી પણ છે.
નેશનલ હેરાલ્ડની વેબસાઈટ પર પ્રકાશિત ચૂંટણી પર્વ સર્વેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, જો કોંગ્રેસને બીએસપીની સાથે ગઠબંધન ન થયું તો રાજ્યમાં ચોથી વખત પણ 147 સીટોની સાથે બીજેપીની સરકાર બનશે. જો ગઠબંધન થયું તો પણ બીજેપીની સરકાર બનવાનું નક્કી જ છે. સ્પિક મીડિયા નેટવર્કના સર્વે પ્રમાણે, ગઠબંધનમાં વિધાનસભાની 230 સીટોમાંથી બીજેપીને 126 સીટો મળશે જ્યારે બહુમત માટે 115 સીટો જોઈએ છે.
આ સર્વે પ્રમાણે, મધ્યપ્રદેશમાં જો કોંગ્રેસ અને બીએસપીની વચ્ચે ગઠબંધન ન થયું તો બીજેપીને તેનો સીધો લાભ મળશે અને ભાજપને 147 સીટો મળી રહી છે. કોંગ્રેસને માત્ર 73 સીટો મળી રહી છે અને બસપાના ખાતામાં માત્ર 10 સીટો આવશે. જો કોંગ્રેસ-બીએસપી ગઠબંધન થાય તો પણ બીજેપીના ફાળે 126 સીટો જીતી શકશે અને કોંગ્રેસ-બીએસપી ગઠબંધન 103 સીટ જ હાસલ કરી શકશે. એટલે બન્ને પરિસ્થિતિમાં સરકાર તો બીજેપીની જ બનતી નજરે પડશે.
નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવનાની છે. જોકે નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા ડોટ કોમનું માનીએ તો મધ્યપ્રદેશમાં ફરીથી બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. જો એવું થયું તો રાજ્યમાં પાર્ટીની આ સતત ચોથી ઈનિંગ હશે. હેરાલ્ડે આ અહેવાલ એક સર્વે રિપોર્ટના આધારે છાપ્યા છે. મધ્યપ્રદેશની પરિસ્થિતિનો ચૂંટણી સર્વે સ્પીક મીડિયા નેટવર્કે કર્યો છે. સર્વેમાં બીજેપીને સ્પષ્ટ બહુમત મળતી જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -