કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા મોદી પર બગડ્યા, કાર્યકર્તાઓને માર મારવાને લઇને કહ્યું,- પીએમ મોદી તો હિટલર છે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 09:39 AM (IST)
1
2
શિંદેનું આ નિવેદન મોદીના સોલાપુર પ્રવાસ દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે કરવામાં આવેલી કથિત ધુલાઇના એક દિવસ બાદ આવ્યુ છે. અહીં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ લોકતંત્ર છે કે તાનાશાહી? આવું તો હિટલર પણ ન હતો કરતો.
3
સોલાપુર જિલ્લાના રહેવાસી કોંગ્રેસ નેતા શિંદેએ કહ્યું લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો વિપક્ષને અધિકાર છે. તેમને કહ્યું કે વડાપ્રધાન લોકશાહીમાં વિપક્ષના પ્રદર્શનોને દબાવવાની કોશિશ કરી રહ્યાં છે. તેમના ઇશારે પોલીસે કેટલાય કોંગ્રેસી કાર્યકર્યાઓને માર માર્યો હતો.
4
મુંબઇઃ ચૂંટણીની સિઝનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેએ વડાપ્રધાન મોદીને લઇને એક વિવાદિત નિવેદન આપી દીધુ છે. મોદીની તુલના જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરી દીધી છે.