આ વ્યક્તિએ પદ્મશ્રી એવોર્ડ કર્યો પરત, PM મોદીને પત્ર લખી શું કહ્યું?
સિદ્દેશ્વર સ્વામીએ કહ્યું આ પુરસ્કાર વિભિન્ન ક્ષેત્રમાં મહાન કાર્ય કરનાર લોકોને આપવું જોઈએ. ભારત સરકારે સિદ્દેશ્વર સ્વામીને ‘પદ્મશ્રી’ પુસ્કાર આપવાની જાહેરાત કરી હતી. સિદ્ધેશ્વર સ્વામીએ પત્રમાં લખ્યું છે કે, આ વાતને લઈને ભારત સરકારનો ઘણો જ આભારી છું કે તેઓએ મને પદ્મશ્રી આપવા માટે પસંદ કર્યો. આ માટે હું સરકાર અને તમારું સન્માન કરું છું. હું એક સંન્યાસી છું, મને પુરસ્કારોમાં કોઈ રસ નથી. આશા છે કે તમે મારા આ નિર્ણયથી ખુશ થશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કર્ણાટકના જ્ઞાનયોગાશ્રમ વિજયપુરના સંત સિદ્દેશ્વર સ્વામીએ કેન્દ્ર સરકાર તરફથી આપવામા આવતા પદ્મ પુરસ્કાર લેવાનો ઇનકાર કરી દીધો છે. સ્વામી સિદ્દેશ્વરે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે તે સંન્યાસી અને આધ્યાત્મિક વ્યક્તિ છે અને તેને કોઈ પુરસ્કારની જરૂર નથી.
અગાઉ પણ સ્વામી સિદ્દેશ્વરે રાજ્ય સભા સદસ્ય બાસવરાજ પાટિલ સેદામને શુક્રવારે પત્ર લખ્યો હતો કે આધ્યાત્મિક વ્યક્તિ હોવાથી મને કોઈ સમ્માન કે પુરસ્કારોમાં રસ નથી. મે પૂર્વમાં પણ કોઈ પુરસ્કાર સ્વીકાર કર્યો નથી. કર્નાટક વિશ્વવિદ્યાલયે કેટલાક વર્ષ પહેલા માનદ પદવી આપી હતી, તેને પણ મે સમ્માન સાથે પાછી આપી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -