'તારક મહેતા........'ના જેઠાલાલ રાજસ્થાનમાં ક્યા પક્ષનો ચૂંટણી પ્રચાર કરશે? ક્યા ઉમેદવારને જીતાડવા ઉતરશે મેદાનમાં? જાણો વિગત
તારક મહેતાના જેઠાલાલ રાજસ્થાનમાં વસુધરા એન્ડ પાર્ટી એટલે કે ભાજપના જીતાડવા માટે પ્રચાર કરશે. જેઠાલાલ તારક મહેતા ટીવી સીરિયલના ફેમસ કેરેક્ટરમાંનું એક છે. જેઠાલાલ રાજસ્થાનની બારી સાદરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર લલિત ઓસવાલને જીતાડવા માટે પ્રચાર મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા ટીવી સીરિયલની ટીમ અગાઉ પણ ભાજપ માટે ચૂંટણીઓમાં કેમ્પેઇન કરી ચૂકી છે. જેઠાલાલ તારક મહેતા ઉપરાંત ફિલ્મોમાં પણ નસીબ અજમાવી ચૂક્યા છે, જેમાં મેને પ્યાર કીયા, હમ આપકે હૈ કૌન જેવી સુપરહીટ ફિલ્મો સામેલ છે.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં આગામી 7 ડિસેમ્બરે 200 વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે અને 11 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવવાનું છે.
નવી દિલ્હીઃ ટેલિવિઝનનો સૌથી ફેમસ શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ હવે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે. રાજસ્થાન ચૂંટણીમાં તેમને પ્રચાર માટે તૈયારીઓ કરી લીધી છે. હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જેમાં રાજસ્થાન પણ સામેલ છે. રાજસ્થાનની ચૂંટણીમાં જેઠાલાલ જાહેરસભાને સંબોધતા જોવા મળશે.