તાજ મહેલની મુલાકાત બની 5 ગણી મોંઘી, જાણો હવે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે
આગ્રાઃ તાજમહેલ જોવો હવે મોંઘો થઈ જશે. 10 ડિસેમ્બરથી તાજ મહેલાની ટિકિટના દરમાં વધારો લાગુ થશે. નવી વ્યવસ્થા અનુસાર હવે 50 રૂપિયાની જગ્યાએ તાજ મહેલ જોવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજ મહેલ પર ભીડ નિયંત્રણ માટે નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાર્ક દેશોમાંથી આવતા મુલાકાતીઓએ 540 રૂપિયાની જગ્યાએ હવે 740 રૂપિયા આપવા પડશે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, મુલાકાતની ફીમાં વધારો કરવાથી લોકો ઓછા આવશે અને તેથી તાજમહેલને બચાવી શકાશે.
જે મુલાકાતીઓ 50 રૂપિયા આપશે તેને તાજમહેલની અંદર જવા દેવાશે નહીં પણ તેને આ સ્થાપત્યની આસપાસ જવા દેવાશે. જે મુલાકાતીઓ તાજમહેલની અંદર મુલાકાત લેવી છે તો તેને અલગથી બીજા 200 રૂપિયા આપવા પડશે. 1983માં તાજમહેલને યુનેસ્કોનાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું હતું. વિશ્વમાં સ્થાપત્યમાં માસ્ટરપિસ ગણાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ, સુપ્રિમ કોર્ટે આગ્રાના તાજમહેલ વિશે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, આ ઐતિહાસિક ઇમારતનો કલર બદલાઇ રહ્યો છે. આ ઇમારતનો કલર પહેલા પીળો પડી રહ્યો હતો પણ હવે તે બદલાઇને લીલો અને ઘંઉવર્ણો થઇ રહ્યો છે. સુપ્રિમ કોર્ટે સરકારને સુચન કરતા કહ્યું કે, આ બાબતે કેન્દ્ર સરકારે તજજ્ઞોનું માર્ગદર્શન લેવું જોઇએ અને આ ઇમારતને નુકશાન થતું અટકાવવું જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -