આધાર નંબર ઓનલાઈન શેર કરતા પહેલા સાવધાન, થર્ડ પાર્ટી કરી રહી છે લીક: UIDAI
ગુગલ પર જે પણ આધાર કાર્ડ આવે છે તેમાં કોઈ પણ આધાર યૂઆઈડીએઆઈના ડેટાબેઝમાંથી નથી લેવામાં આવ્યાં. આધારનો ડેટા સુરક્ષિત છે. સંસ્થાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, અન્ય ઓળખપત્રની જેમ આધાર પણ ગોપનિય દસ્તાવેજ છે. માત્ર આધાર નંબરની જાણકારીથી કોઈ વ્યક્તિની ઓળખ સાથે છેડછાડ નથી કરી શકાતું. કેમ કે તેના માટે બાયોમેટ્રીક પ્રમાણીકરણની જરૂર હોય છે.
સંસ્થાએ દાવો કર્યો છે કે આ મામલે આધાર અને તેના ડેટાબેઝ સાથે કોઈ સંબંધ નથી. યૂઆઈડીએઆઈએ કહ્યું કે, ‘જ્યારે લોકો કોઈ સર્વીસ પ્રોવાઈડર કે વેન્ડરથી સેવા પ્રાપ્ત કરવા માટે ઈન્ટરનેટ પર આધાર સહિત અન્ય વ્યક્તિગત જાણકારી શેર કરે છે, તો ઈન્ટરનેટ પર જાણકારી આપતા પહેલા સાવધાની રાખવી જોઈએ.’
નવી દિલ્લી: આધાર બનાવતી યૂઆઈડીએઆઈ સંસ્થાએ આધાર કાર્ડને કોઈ પણ સેવાનો લાભ લેવા માટે ઑનલાઈન ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવા કહ્યું છે. ઓનલાઈન પર પોતાની વ્યક્તિગત જાણકારી શેર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. ગુગલ પર મેરા આધાર, મેરી પહેચાન સર્ચ કરવા પર કથિત રીતે આધાર કાર્ડની પીડીએફ ફાઈલ ઉપલ્ધ હોવાની રિપોર્ટ સામે આવી છે. જેના બાદ યૂઆઈડીએઆઈએ નિવેદન આપ્યું છે.