PICS: ટેલ્ગો ટ્રેને 12 કલાકથી ઓછા સમયમાં કાપ્યુ મુંબઈ-દિલ્લી વચ્ચેનું અંતર, જાણો ખાસ વાતો
હવે રેલવે આ ટ્રાયલ રનના સ્પીડ અને ટેક્નિકલ ટેસ્ટની સમીક્ષા કરીને નિર્ણય લેશે કે ટેલ્ગો કોચ ખરીદવા કે નહિ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંડિયન રેલવેએ ટેલ્ગો ટ્રેનનો સૌથી પહેલો ટ્રાયલ રન ઉ.પ્રમાં બરેલી-મુરાદાબાદ વચ્ચે કર્યો હતો. બીજો ટ્રાયલ રન પલવાલ-મથુરા વચ્ચે કરવામાં આવ્યો હતો.
નવ કોચની ટેલ્ગો ટ્રેનમાં બે એક્ઝેક્યુટિવ ક્લાસ કાર્સ, ચાર ચેર કાર, એક કેફેટેરિયા, એક પાવર કાર અને સ્ટાફ માટે એક ટેઈલ-એન્ડ કોચ છે.
મુંબઈ: આજે દિલ્લી-મુંબઈ વચ્ચે સ્પેનિશ ટ્રેન ટેલ્ગોએ ફાઈનલ ટ્રાયલ રન પૂરો કર્યો છે. 12 કલાકની અંદર આ મુસાફરી પૂરી કરીને નિયત કરેલા સમયમાં આ ટ્રાયલ રન પૂરો થયો છે.
મુંબઈ-દિલ્લી વચ્ચેના પાટા 1400 કિમી કવર કરે છે. હાલ રાજધાની એક્સપ્રેસ આ મુસાફરી 16 કલાકમાં પૂરી કરે છે.
ઈંડિયન રેલવે હવે મુંબઈ-દિલ્લી વચ્ચેના મુસાફરીના સમયને ચાર કલાક ઓછો કરવાનો લક્ષ્ય રાખે છે. જેથી સુપર ફાસ્ટ ટેલ્ગો ટ્રેનના ટ્રાયલ રન કરવામાં આવી રહ્યા છે. આ માટે એપ્રિલ મહિનામાં મુંબઈમાં સ્પેનિશ કંપની ટેલ્ગોએ નવ સુપર લાઈટ વેઈટ કોચ ઈમ્પોર્ટ કર્યા હતા. જે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
આ ટેલ્ગો ટ્રેન દિલ્લીથી ગઈ કાલે બપોરે 2:45ના સમયે મુંબઈ માટે રવાના થઈ હતી. આજે સવારે 2:34 વાગ્યે મુંબઈ પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -