અલવિદા અમ્મા: તમિલનાડુના સીએમ જયલલિતાનું 68 વર્ષે નિધન, પન્નીરસેલ્વમ બન્યા નવા મુખ્યમંત્રી
અમ્માના નિધનને પગલે તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 3 દિવસ સુધી રાજ્યભરમાં શિક્ષણકાર્ય બંધ રાખી શૈક્ષણિક સંસ્થાનોને શોક પાળવા સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો છે. તો બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. (તસવીરો: ANI)
જો કે અપોલો હોસ્પિટલના સૂત્રોએ રદિયો આપ્યો હતો. તેમની સારવાર કરી રહેલા લંડનના ડૉક્ટર રિચર્ડ બેલે જણાવ્યું કે તેમના માટે જેટલું શક્ય હતું તે બધું જ કરવામાં આવ્યું હતું. બપોરે એપોલો હોસ્પિટલમાં પક્ષના વિધાનસભા દળની અને પછી સાંજે કાર્યાલયમાં બેઠક મળી હતી છતાં સરકાર કોણ સંભાળશે અને પક્ષની જવાબદારી કોને સોંપવામાં આવે તે અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. સોમવારે સાંજે 5.45 વાગ્યે જયલલિતાનાં નિધનની અફવા ફેલાઇ અને AIADMKના કાર્યાલય પર પક્ષનો ધ્વજ ઝુકાવી દેવાયો.
રવિવારે હાર્ટ એટેક પછી જયલલિતા તેઓ સતત લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ પર હતા. તેમના માટે સોમવારે આખો દિવસ અફવાનો દોર ચાલ્યો હતો. સાંજે કરૂણાનીધીની ચેનલે તેઓનું નિધન થયું હોવાનું કહ્યું હતું.
ચેન્નઇ: તમિલનાડુના સીએમ જયલલિતાનું 68 વર્ષે નિધન થયું છે. સોમવારે સતત અફવાઓ અને અટકળોના દોર પછી રાત્રે 12.15 કલાકે તેમના નિધનની જાહેરાત કરાઈ હતી. પન્નીર સેલવમ તામિલનાડુના નવા મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલે રાત્રે 1.25 કલાકે શપથ લેવડાવ્યા હતા. અમ્માના સમર્થકો અને નેતાઓ તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે જયલલિતાના પાર્થિવ દેહને હાલ ચેન્નાઈના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે.