તમિલનાડુ: ટ્રેકિંગ કરવા ગયેલા 30 લોકો જંગલામા લાગેલી આગમાં ફસાયા, 9ના મોત
રેસ્કક્યૂ કરવામાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. જ્યાં ઉપમુખ્યમંત્રી પન્નીરસેલ્વમે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી પલાનીસ્વામીની સૂચના બાદ રક્ષામંત્રીએ ભારતીય વાયુસેનાને વિદ્યાર્થીઓના રેસ્ક્યૂ માટે આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારી પ્રમાણે એક મેડિકલ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલું છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીની સૂચના બાદ રક્ષામંત્રીએ ભારતીય વાયુસેનાને વિદ્યાર્થીઓના રેસક્યૂ માટે આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારી પ્રમાણે એક મેડિકલ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલું છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચેન્નઈના 30 વિદ્યાર્થીઓ ટ્રેકિંગ માટે આવ્યા હતા અને તેઓ કુરંગના પહાડો પર ટ્રેકિંગ કરી રહ્યાં હતા, તે સમયે આગમાં ફસાઈ ગયા હતા. અધિકારીએ કહ્યું કે તેમણે પોલીસ કે વન વિભાગ પાસેથી મંજૂરી લીધી નહોતી. સ્થાનીય લોકો અને વન વિભાગ હાલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા છે.
ચેન્નઈ: તમિલનાડુના થેની જિલ્લાના જંગલોમાં રવિવારે સાંજે લાગેલી ભીષણ આગમા નવ લોકોના મોત થયા છે. જેમાં ચાર મહિલા, ચાર પુરુષ અને એક બાળક સામેલ છે. જ્યારે બચાવવામાં આવેલા 27 લોકોમાંથી 8ની હાલત ગંભીર જણાવવામાં આવી છે.