કરુણાનિધિના પુત્રો વચ્ચે સત્તા સંઘર્ષ, પાર્ટીમાંથી હાંકી કઢાયેલા અલાગિરીએ કહ્યું- હું છુ પિતાનો અસલી રાજકીય વારસ
67 વર્ષીય અલાગિરીને માર્ચ 2014માં કરુણાનિધિએ જ દ્રમુકમાંથી હાંકી કાઢ્યા હતા. તેમની પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ ચલાવવાની અને સિનિયર નેતાઓ વિરુદ્ધ નિવેદનો કરવાનો આરોપ હતો. પાર્ટીમાંથી હાંકી કઢાતા અલાગિરીએ કહ્યું હતું કે કરુણાનિધિ તેમના અને સ્ટાલિનની વચ્ચે ભેદભાવ કરે છે. કરુણાનિધિએ સ્ટાલિનને 2014માં જ પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા અને જાન્યુઆરી 2017માં કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચાર વર્ષ પહેલા પાર્ટીમાંથી હાંકી કઢાયેલા અલાગિરીએ કહ્યું કે, ‘‘મારા પિતાના પ્રત્યે નિષ્ઠા રાખનારા બધા મારી સાથે છે. તામિલનાડુની જનતા અને દ્રમુકની આખી કેડર પણ મારી સાથે છે, એટલે હવે આવનારો સમય જવાબ આપશે. જે કંઇપણ થઇ રહ્યું છે તેનુ મને દુઃખ છે, પણ પણ હું આટલું જ કહેવા માંગુ છું.’’
ઉલ્લેખનીય છે કે, સ્ટાલિન અને અલાગિરી બંને કરુણાનિધિ અને તેમની પત્ની દયાલુના પુત્રો છે. અલાગિરીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મંગળવારે જ પાર્ટીના કાર્યકારી સમિતિની બેઠક યોજાવાની છે. બેઠક કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજીત કરવામાં આવી છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમાં દ્રમુકના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિનને સ્થાઈ અધ્યક્ષ બનાવવાની ચર્ચા થઈ શકે છે. તમામ પાર્ટી નેતાઓ માટે આ બેઠકમાં સામેલ થવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.
ચેન્નાઇઃ દ્રમુક અધ્યક્ષ કરુણાનિધિના નિધનના છ દિવસ બાદ તેમના ઉત્તરાધિકારી માનવામાં આવતા એમ કે સ્ટાલિનને મોટા ભાઇ અલાગિરીએ પડકાર ફેંક્યો છે. અલાગિરીએ કહ્યું કે હું છું પિતાના અસલી રાજકીય વારસ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -