તિરુપતિમાં અમિત શાહના કાફલા પર હુમલો, ટીડીપીના કાર્યકર્તાએ લગાવ્યા ગો બેકના નારા
જણાવી દઈએ કે, ગત મહિને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેના બાદ ભાજપેના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનથી ટીડીપી અલગ થઈ ગઈ હતી. સીએમ નાયડૂએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ 2014માં કરેલા વચનો પૂરા કર્યા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીડીપીના કાર્યકર્તાઓ હાથમાં કાળા વાવટાં લઈને રસ્તા પર આવી ગયા હતા અને ‘અમિત શાહ વાપસ જાઓ’,‘હમ ન્યાય ચાહતે હૈ’ ના નારા લાગ્યા હતા. પોલીસ આ પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે કોઈએ પથ્થરમારો કર્યો હતો જેનાથી કાફલામાં શામેલ એક ગાડીની બારીનો કાંચ ટૂંટી ગયો હતો. જ્યારે કેટલાક સ્થાનીય ભાજપના નેતાઓ કારમાંથી ઉતરીને પ્રદર્શનકારીઓ સાથે હાથપાઈ પણ કરી હતી.
નવી દિલ્હી: તિરુપતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાફલા પર હુમલો થયો હતો. આ હુમલો તે વખતે જ્યારે અમિત શાહ બાલાજી મંદિરના દર્શન કરીને તિરુપતિના અલીપીરીથી પસાર થઈ રહ્યાં હતાં. આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યના દર્જો આપવાના મામલે કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય કરવાનો આરોપ લગાવતા તેલુગૂ દેશમ પાર્ટી(ટીડીપી)ના કાર્યકર્તાઓએ શાહના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી અને ટીડીપના અધ્યક્ષ એન ચંદ્રબાબૂ નાયડૂએ શાહના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ડીડીપી એક અનુશાસનવાળી પાર્ટી છે અને અનુશાસન તોડનારને ચેતવણી પણ આપી છે. નાયડૂએ કહ્યું કે તે કોઈની પણ વિરુદ્ધ હિંસા અને શારીરિક હુમલા વિરુદ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -