TDP મુદ્દે કોંગ્રેસે મોદી સરકાર પર હુમલો કર્યો, અહેમદ પટેલે કહ્યું- પીએમ ફોન પણ નથી ઉઠાવતા
નાણામંત્રી અરુણ જેટલીએ કહી દીધું છે કે, આધ્રને વિશષ રાજ્ય નહીં સ્પેશ્યલ પેકેજ આપવામાં આવશે, તેમને કહ્યું કે આંધ્રપ્રદેશને સ્પેશ્યલ સ્ટેટસના આધાર પરજ સ્પેશ્યલ પેકેજ આપવામાં આવશે.
ટીડીપી આધ્રપ્રદેશમાં સત્તામાં છે અને પાર્ટીની લાંબા સમયથી માંગ છે કે કેન્દ્ર સરકાર આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પણ કેન્દ્રને આમ કરવાથી ઇનકાર કરી દીધો છે, આનાથી એનડીએમાં ધમાસાન વધી ગયું છે.
વળી કોંગ્રેસે 13 માર્ચે સોનિયા ગાંધી તરફથી બોલાવવામાં આવેલી વિપક્ષની મીટિંગ માટે ટીડીપીને પણ આમંત્રણ આપ્યું છે. જ્યાં કેટલાય વિપક્ષી દળોને આવવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રામાં સત્તારૂઢ એનડીએના સહયોગી દળ તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના બળવાના તેવરમાં દેખાતા દેશમાં રાજકારણ ગરમાયું છે. હવે આ પ્રકરણમાં કોંગ્રેસે પણ એટેક કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલે સીધો પીએમ મોદી પર હુમલો કર્યો છે.
બીજીબાજુ, કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ ટીડીપીના કોટામાંથી મોદી કેબિનેટમાં સામેલ બન્ને મંત્રી ગુરુવારે સવારે રાજીનામું આપી શકે છે. જોકે આંધ્ર સરકારમાં સામેલ ભાજપના બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. મોદી સરકારની કેબિનેટમાં ટીડીપીના અશોક ગજપતિ રાજુ અને વાઇ એસ ચૌધરી સામેલ છે.
આવામાં વિપક્ષી દળ પણ મોકાનો ફાયદો ઉઠાવવા લાગ્યો છે. કોંગ્રેસના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે ટ્વીટ કરી આખી ઘટનાક્રમને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી. તેમને કહ્યું કે આ બહુજ દૂર્ભાગ્યપૂર્ણ છે કે વડાપ્રધાન આવા ખરા સમયે આંધ્રના મુખ્યમંત્રીનો ફોન પણ નથી ઉઠાવી રહ્યાં, આ આંધ્રપ્રદેશની જનતા માટે સારુ નથી.